એજબેસ્ટનમાં ભારતે ઈંગ્લેન્ડનું ઘમંડ કર્યું ધૂળધાણી, પરંતુ એશિયન ટીમોના માથે એક શરમજનક રેકોર્ડ

એશિયન ટીમોના નામે કોઈ પણ વિદેશી મેદાન પર પહેલી જીત માટે સૌથી વધુ મેચ રમવાનો રેકર્ડ નોંધાઈ ગયો છે. જાણો કઈ રીતે....

એજબેસ્ટનમાં ભારતે ઈંગ્લેન્ડનું ઘમંડ કર્યું ધૂળધાણી, પરંતુ એશિયન ટીમોના માથે એક શરમજનક રેકોર્ડ

એજબેસ્ટનમાં 336 રનથી ધમાકેદાર જીત મેળવીને શુભમન ગિલના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડનું ઘમંડ ધૂળધાણી કરી નાખ્યું છે. ભારતે આ મેદાન પર 1967માં પોતાની પહેલી મેચ રમી હતી પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ટીમ ઈન્ડિયા આ મેદાન પર એક પણ મેચ જીતી શકી નહતી. પરંતુ હવે ગિલના નેતૃત્વવાળી ટીમે આ 58 વર્ષથી જીતનો જે દુકાળ પડ્યો હતો તે ખતમ કર્યો છે. ભારતે એજબેસ્ટનમાં આ ઐતિહાસિક જીત મેળવી પરંતુ આ સાથે જ એશિયન ટીમોના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો. આ ભારતની જ નહીં પરંતુ એશિયન ટીમો દ્વારા પણ એજબેસ્ટનમાં પહેલી જીત છે. 

તમને આ જાણીને નવાઈ  લાગશે પરંતુ આ સાચું છે. આ સાથે જ એશિયન ટીમોના  નામે કોઈ પણ વિદેશી મેદાન પર પહેલી જીત માટે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. એશિયન ટીમોને 18 મેચો બાદ એજબેસ્ટનમાં પહેલી જીત મળી છે. ભારત આ મેદાન પર રમાયેલી 9માંથી 7 મેચ હાર્યું છે. એક મેચ ડ્રો હતી અને હવે એક મેચમાં જીત મળી છે. જ્યારે પાકિસ્તાને એજબેસ્ટનમાં રમાયેલી 8 મેચમાંથી 5 મેચમાં હારનો સામનો કર્યો છે જ્યારે 3 મેચ ડ્રો ગઈ છે. શ્રીલંકાએ આ મેદાન પર હજુ સુધી ફક્ત 2 મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

વિદેશી મેદાન પર પહેલી જીત મેળવવા માટે એશિયન  ટીમો દ્વારા રમાયેલી સૌથી વધુ ટેસ્ટ

19 એજબેસ્ટન, બર્મિંઘમ (ભારત 2025)

17 લોર્ડ્સ, લંડન (પાકિસ્તાન, 1982)

17, કેંસિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન (શ્રીલંકા, 2018)

16, ગબ્બા, બ્રિસ્બેન (ભારત 2021)

15, ન્યૂલેન્ડ્સ, કેપટાઉન (ભારત 2024)

વાત ભારતની કરીએ તો ઘરની બહાર ટીમ ઈન્ડિયાની આ રનોના મામલે અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ઈંગ્લેન્ડને 336 રનથી ધૂળ ચટાડતા પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝમાં 2019માં 318 અને શ્રીલંકામાં 2017માં 304 રનથી જીત મેળવી હતી. 

વિદેશમાં ભારતની સૌથી મોટી જીત (રનની રીતે)

336 વિરુદ્ધ ઈંગ્લેન્ડ બર્મિંઘમ, 2025

318 વિરુદ્ધ વેસ્ટઈન્ડિઝ નોર્થ સાઉન્ડ 2019

304 વિરુદ્ધ શ્રીલંકા ગોલ 2017

295 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા પર્થ 2024

279 વિરુદ્ધ ઈંગ્લેન્ડ લીડ્સ 1986

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news