IND vs ENG: 'હું બેટિંગ કરવા નહીં જઉં...' જીદ્દી ઋષભ પંતના કારણે ડૂબી ટીમ ઈન્ડિયા ? અચાનક ખુલી પોલ

IND vs ENG: લોર્ડ્સ ખાતેની ત્રીજી ટેસ્ટ ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી રહી હોય તેવું લાગી રહ્યું હતું. 193 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ પત્તાના ઢગલા જેવી પડી ભાંગી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાની હારના કારણ અંગે ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ. આ દરમિયાન, ઋષભ પંત વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.
 

IND vs ENG: 'હું બેટિંગ કરવા નહીં જઉં...' જીદ્દી ઋષભ પંતના કારણે ડૂબી ટીમ ઈન્ડિયા ? અચાનક ખુલી પોલ

IND vs ENG: ત્રીજી ટેસ્ટ ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ભારતીય ટીમના બેટ્સમેન પત્તાના ઢગલા જેવી આઉટ થવા લાગ્યા છે. જો કે અત્યારથી જ ટીમ ઈન્ડિયાની હારના કારણ અંગે ચર્ચાઓ પણ થવા લાગી છે. આ દરમિયાન, ઋષભ પંત ખુલાસો થયો છે કે ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર આર અશ્વિને આ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આકાશ દીપ ચોથા દિવસના અંતે બેટિંગ કરવા કેમ આવ્યો.

આકાશ દીપ પંતના સ્થાને આવ્યો

ઈંગ્લેન્ડે બીજા દાવમાં સ્કોરબોર્ડ પર 192 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ તેના ટોચના બેટ્સમેનોને ઝડપથી ગુમાવી દીધા. ચોથા દિવસના અંતે, ભારતે યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કરુણ નાયરની વિકેટ ગુમાવી દીધી. બધા પંતની અપેક્ષા રાખતા હતા, પરંતુ આકાશ દીપ મેદાનમાં આવ્યો. તેણે 11 બોલનો સામનો કર્યો અને 1 રન બનાવીને આઉટ થઈ ગયો. અહીંથી, ઈંગ્લેન્ડે મેચ પર કબજો જમાવ્યો. અશ્વિને કહ્યું કે પંતને છેલ્લી ઘડીએ બેટિંગ કરવાનું પસંદ નથી. તેણે મેચની કહાની પણ કહી.

અશ્વિને શું કહ્યું?

તેની યુટ્યુબ ચેનલ પર આકાશદીપ વિશે વાત કરતા અશ્વિને કહ્યું કે હું તમને એક કહાની કહું. મીરપુરમાં તે ટેસ્ટ મેચ યાદ છે જ્યારે ભારત જીતવા માટે લગભગ 140 રનનો પીછો કરી રહ્યું હતું? તો હું ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો અને બોલિંગ કર્યા પછી આરામ કરી રહ્યો હતો. ત્યાં ખૂબ જ ગરમી અને ભેજ હતો. હું વિશ્લેષકની બાજુમાં બેઠો હતો અને રાહુલ દ્રવિડ (મુખ્ય કોચ) થોડા દૂર હતા. પહેલી બે વિકેટ ગુમાવ્યા પછી, ઋષભે રાહુલ ભાઈને કહ્યું, હું બેટિંગ જવાનો નથી.

શું આ જ કારણ છે કે આકાશદીપ આઉટ થયો?

અશ્વિને આગળ કહ્યું કે, જ્યારે બીજી વિકેટ પડી અને ચોથા નંબરના બેટ્સમેનને બેટિંગ માટે બહાર આવવું પડ્યું. આ કારણે, તેણે પહેલા અક્ષર પટેલ અને પછી જયદેવ ઉનડકટને નાઈટવોચમેન તરીકે મેદાનમાં મોકલવા પડ્યા. ઋષભને દિવસની છેલ્લી 30-40 મિનિટમાં બેટિંગ કરવાનું પસંદ નથી. તેથી જ તેણે આકાશદીપને મોકલ્યો. પણ જુઓ, તે તમારા શ્રેષ્ઠ બેટ્સમેનને બચાવવા વિશે છે. જ્યારે તમે આકાશદીપ જેવા બેટ્સમેનને મોકલો છો અને પછી તે આઉટ થઈ જાય છે, ત્યારે તે તમને વધુ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news