PBKS vs RCB: વિરાટ કોહલીએ મુશીર ખાનની મજાક ઉડાવી? કહ્યું- તે પાણી પીવડાવે છે, વાયરલ થયો વીડિયો

Virat Kohli-Musheer Khan Viral Video: આઈપીએલ 2025મા શાનદાર પ્રદર્શન કરતા આરસીબી ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વોલીફાયર 1મા પંજાબ કિંગ્સ સામે આઠ વિકેટે જીત મેળવી આરસીબીએ ફાઈનલની ટિકિટ મેળવી છે. આ વચ્ચે વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
 

  PBKS vs RCB: વિરાટ કોહલીએ મુશીર ખાનની મજાક ઉડાવી? કહ્યું- તે પાણી પીવડાવે છે, વાયરલ થયો વીડિયો

PBKS vs RCB Qualifier-1: વિરાટ કોહલી ક્વોલીફાયર-1માં ફીલ્ડ પર ખૂબ ઉત્સાહી જોવા મળી રહ્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સના બેટર સતત આઉટ થઈ રહ્યાં હતા તો કોહલીનો જુસ્સો વધી ગયો હતો. આ દરમિયાન જ્યારે મુશીર ખાન બેટિંગ કરવા આવ્યો તો કોહલી જે બોલ્યો તેનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. કોહલીની આલોચના કરતા ફેન્સ દાવો કરી રહ્યાં છે કે મુશીરની પર્દાપણ મેચમાં કોહલીએ તેની એ કહીને મજાક ઉડાવી કે તે પાણી પીવડાવે છે. તો કોહલીના ફેન્સ તેનો બચાવ કરી રહ્યાં છે.

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં જોવા મળી રહ્યું છે કે સ્લિપમાં ફીલ્ડિંગ કરી રહેલ વિરાટ કોહલી બેટર મુશીર ખાન તરફ ઇશારો કરતા તેની પાણી પીવડાવવાની વાત કરી રહ્યો છે. આ આઈપીએલમાં મુશીરની પ્રથમ મેચ હતી, તે પણ એટલા મોટા સ્ટેજ પર કારણ કે તેની ટીમ 60 રનમાં છ વિકેટ ગુમાવી ચૂકી હતી. યશ દયાલ, જોશ હેઝલવુડે ટોપ ઓર્ડરને ફટાફટ પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. પરંતુ મુશીર પણ ખાસ કરી શક્યો નહીં અને શૂન્ય રન પર આઉટ થયો હતો.

વિરાટ કોહલીએ મુશીર ખાનને શું કહ્યું?
એક ફેનએ સોશિયલ મીડિયા પર લખ્યું- 'પર્દાપણ કરી રહેલ મુશીર ખાન તરફ ઈશારો કરતા કોહલીએ કહ્યુ કે આ પાણી પીવડાવે છે. આ શરમજનક છે.'

मैं इसलिए कोहली को अपनी झां#ट के बाल के बराबर नहीं समझता #PBKSvsRCB pic.twitter.com/hee8NreA6W

— VINIT( यदुवंश ) (@VinitYaduvnsh) May 30, 2025

એક અન્ય વ્યક્તિએ લખ્યું, 'શું કોઈએ વિરાટ કોહલીના લિપ-સિંક અને હાવભાવને નોટિસ કર્યા જ્યારે મુશીર ખાન ગાર્ડ લઈ રહ્યો હતો? જો આ સત્ય છે તો તેના માપદંડો પ્રમાણે આશ્ચર્યજનક છે. ચોક્કસપણે આ રમતના દિગ્ગજનો સૌથી સારો વ્યવહાર નથી.'

— nitin (@Nitin__10) May 29, 2025

વિરાટ કોહલીના બચાવમાં આવ્યા ફેન્સ
કોહલીના ફેન્સ તેને તેની વિરુદ્ધ એજન્ડા ગણાવી રહ્યાં છે. એક ફેનએ લખ્યું- થોડી ઓવર પહેલા મુશીર ટાઇમઆઉટમાં ડ્રિંક્સ લાવ્યો હતો. તો કોહલી કહી રહ્યો હતો કે થોડા સમય પહેલા તે પાણી લઈને આવ્યો હતો અને હવે તેણે બેટિંગ કરવા આવવું પડ્યું. લોકો કોહલીથી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે પોતાના મત પ્રમાણે કહાની બનાવી લે છે.

— Shivani Shukla (@iShivani_Shukla) May 29, 2025

ફાઈનલમાં પહોંચી આરસીબી
પંજાબ કિંગ્સ પ્રથમ બેટિંગ કરતા માત્ર 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોશ હેઝલવુડ અને સુયશ શર્માએ ત્રણ-ત્રણ અને યશ દયાલે બે વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા આરસીબીએ આઠ વિકેટે જીત મેળવી હતી. આરસીબીની ટીમ ચોથીવાર આઈપીએલ ફાઈનલમાં પહોંચી છે. જ્યારે પંજાબ કિંગ્સને ફાઈનલમાં પહોંચવાની બીજી તક મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news