માન્ચેસ્ટર ટેસ્ટમાં કેપ્ટન ગિલની આ ભૂલ ભારતને પડી ગઈ ભારે, રવિ શાસ્ત્રીએ 'Prince'ની ખોલી પોલ

Ind vs Eng : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ચોથી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની હાલત ખૂબ જ ખરાબ છે. અત્યાર સુધી ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 544 રન બનાવીને ભારત પર 186 રનની લીડ કરી દીધી છે.

માન્ચેસ્ટર ટેસ્ટમાં કેપ્ટન ગિલની આ ભૂલ ભારતને પડી ગઈ ભારે, રવિ શાસ્ત્રીએ 'Prince'ની ખોલી પોલ

Ind vs Eng : ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી માને છે કે કેપ્ટન શુભમન ગિલે તેના સ્પિનરો પર વધુ વિશ્વાસ બતાવવો જોઈતો હતો. માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પહેલા સત્રમાં કેપ્ટન શુભમન ગિલે વોશિંગ્ટન સુંદરને બોલ આપ્યો તે પછી રવિ શાસ્ત્રીએ આ નિવેદન આપ્યું હતું. લોર્ડ્સ ટેસ્ટની ત્રીજી ટેસ્ટમાં 22 રન આપીને 4 વિકેટ લેનાર ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરને 69મી ઓવરમાં બોલિંગ માટે મૂકવામાં આવ્યો હતો. કેપ્ટન ગિલની આ રણનીતિથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

શુભમન ગિલની આ ભૂલ ભારતને ભારે પડી

રવિ શાસ્ત્રીએ સ્કાય સ્પોર્ટ્સ પર કહ્યું, 'શુભમન ગિલને તેના સ્પિનરો પર વધુ આધાર રાખવો પડશે. વોશિંગ્ટન સુંદરે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગમાં ચાર વિકેટ લીધી. તે આત્મવિશ્વાસથી ભરપૂર છે, તેથી તેને એક તક આપો. આવા દિવસોમાં તમે તમારા સ્પિનર પાસેથી અપેક્ષા રાખશો કે તે જવાબદારી સ્વીકારે, જવાબદારી અનુભવે અને મેદાનમાં જઈને પોતાનું કામ કરે. વોશિંગ્ટન સુંદરને બોલિંગ મળ્યા પછી તેણે ત્રીજા દિવસના બીજા સત્રની શરૂઆતમાં ઓલી પોપ અને હેરી બ્રુકની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

ભારતે ક્યાં ભૂલ કરી ?

ત્રીજા દિવસના પહેલા સત્રમાં ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવી નહોતી અને સત્રના અંત સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 332 રન હતો. આ અંગે શાસ્ત્રીએ કહ્યું, 'ઈંગ્લેન્ડનું સત્ર બેસ્ટ હતું. તેઓએ ખૂબ જ શાનદાર રીતે પોતાનું કામ કર્યું. તેઓ જાણતા હતા કે તેમણે શું કરવાનું છે. રમતના પહેલા અડધા કલાકમાં તેમને ભારતને વિકેટથી દૂર રાખવું પડ્યું. તેઓ જાણતા હતા કે અહીં બેટિંગ માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે.'

ભારતીય ટીમની સ્થિતિ ખૂબ જ ખરાબ 

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર મેલ જોન્સે કહ્યું, 'મને લાગે છે કે અમને શરૂઆતથી જ ખબર હતી કે આ એક શાનદાર બેટિંગ દિવસ હશે. તમારી પાસે જો રૂટ જેવો ક્લાસરૂમ ખેલાડી છે, જેને આ મેદાન ગમે છે. ઓલી પોપ પણ મોટી ઇનિંગ્સ શોધી રહ્યો છે, તેથી તેના માટે બધું જ સેટ હતું. તમને જણાવી દઈએ કે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ચોથી ટેસ્ટમાં અત્યાર સુધી, ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 544 રન બનાવીને ભારત પર186 રનની લીડ બનાવી લીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news