RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ પર વરસાવ્યો પ્રેમ, 3 શબ્દોમાં કરી દીધું બધું ક્લિયર !
IPL 2025 : આઈપીએલ 2025ની 31મી મેચમાં યુઝવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગથી ધમાલ મચાવી હતી. ચહલે પોતાની ચાર ઓવરના સ્પેલમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ પછી તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ આરજે મહવશે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને તેના વખાણ કર્યા છે.
Trending Photos
IPL 2025 : આ વર્ષે ફેબ્રુઆરીમાં ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા પછી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેના નવા સંબંધને લઈને ઘણો ચર્ચામાં છે. ચહલે વર્ષ 2020માં કોરિયોગ્રાફર અને ડાન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. જો કે, હવે તેનું નામ ફેમસ આરજે અને અભિનેત્રી મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે. ચહલ અને મહવશે સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી નથી, પરંતુ બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
મહવશની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી કંઈક આવું જ જાણવા મળે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 31મી મેચમાં યુઝવેન્દ્ર ચહલે પંજાબ કિંગ્સ માટે શાનદાર બોલિંગ હતી. ચહલે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગના કારણે પંજાબ કિંગ્સની ટીમે ઓછા સ્કોરિંગ મેચમાં KKRને 16 રનથી હરાવ્યું હતું. ચહલની આ મેચ-વિનિંગ બોલિંગ પછી મહેવશે તેના માટે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી.
મહવશે ચહલની બોલિંગની પ્રશંસા કરી
આરજે મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'કેટલો ટેલેન્ટેડ માણસ છે ! તેથી IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. અસંભવ!' તમને જણાવી દઈએ કે મહવશે KKR સામેની મેચ બાદ ચહલ માટે આ પોસ્ટ કરી છે. મહવશ IPLમાં પંજાબ કિંગ્સની મેચ જોવા માટે નિયમિતપણે સ્ટેડિયમ પહોંચે છે.
જો મેચની વાત કરીએ તો પંજાબ અને KKR વચ્ચેની આ ટક્કર ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં કેકેઆરની હાલત પણ ખરાબ રહી હતી. ચહલની વિનાશક બોલિંગના કારણે KKRની આખી ટીમ 15.1 ઓવરમાં 95 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે