વિરાટ કોહલી આટલી મેચોમાં તોડી શકે છે સચિન તેંડુલકરનો 100 સદીનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાભરમાં મચાવશે ધૂમ
Virat Kohli: વિરાટ કોહલીએ ભલે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, છતાં તે હજુ પણ સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીનો વિશ્વ રેકોર્ડ તોડવાનો સૌથી મોટો દાવેદાર છે.
Trending Photos
Virat Kohli: સચિન તેંડુલકરના નામે ક્રિકેટના તમામ ફોર્મેટમાં 100 આંતરરાષ્ટ્રીય સદી છે. ક્રિકેટ નિષ્ણાતો ઘણીવાર કહે છે કે, ટીમ ઈન્ડિયાનો ધાકડ બેટ્સમેન વિરાટ કોહલી સચિન તેંડુલકરનો સદીઓનો રેકોર્ડ તોડવાનો દાવેદાર છે. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દી દરમિયાન વનડેમાં 18,426 રન અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. સચિન તેંડુલકર વનડેમાં 49 સદી અને ટેસ્ટમાં 51 સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે.
વિરાટ તોડી શકે છે સચિનની ૧૦૦ સદીનો વર્લ્ડ રેકોર્ડ
વિરાટ કોહલી હાલમાં દુનિયાનો એકમાત્ર એવો બેટ્સમેન છે જે સચિન તેંડુલકરની 100 આંતરરાષ્ટ્રીય સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. વિરાટ કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 82 સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. વિરાટ કોહલી એ બેટ્સમેન છે જેણે સચિન તેંડુલકરનો વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 49 સદીનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીના નામે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 51 સદી, ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1 સદી ફટકારવાનો રેકોર્ડ છે.
આવી રીતે થશે આ ચમત્કાર
વિરાટ કોહલીએ ભલે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય, પરંતુ તે હજુ પણ સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનો સૌથી મોટો દાવેદાર છે. વિરાટ કોહલી પાસે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 82 સદી છે અને તે સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડવાથી 19 સદી દૂર છે. વિરાટ કોહલી હવે 36 વર્ષનો છે. જો વિરાટ કોહલી 2027 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવામાં કામયાબ રહે છે અને 2027નો વિશ્વ કપ પણ રમે છે, તો તેમનું આ સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે.
વિરાટ કોહલી આ રીતે તોડશે 100 સદીનો વર્લ્ડ રેકોર્ડ
ભારતે વર્ષ 2025 થી 2027ના વિશ્વ કપ સુધી અલગ-અલગ દેશો સામે કુલ 27 વનડે મેચ રમવાની છે. જો ભારત 2027ના વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચે છે, તો તે ઓછામાં ઓછી 10 થી 11 મેચ રમશે. વિરાટ કોહલીને સચિન તેંડુલકરના 100 સદીના મહાન રેકોર્ડને તોડવા માટે ઓછામાં ઓછી 38 વનડે મેચ રમવાની તક મળશે. જો વિરાટ કોહલી આ ટાસ્ક પુરુ કરી શકે છે તો જ તે સચિન તેંડુલકરનો 100 સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકશે.
મહાન બેટ્સમેનોની લિસ્ટમાં સામેલ
વિરાટ કોહલીએ વર્ષ 2008માં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. દુનિયાના મહાન બેટ્સમેનોની યાદીમાં સામેલ વિરાટ કોહલીએ 17 વર્ષના લાંબા કરિયરમાં અત્યાર સુધી ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 123 ટેસ્ટ મેચોમાં 46.85ની એવરેજથી 9230 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન વિરાટ કોહલીએ 30 સદી અને 31 અડધી સદી પણ ફટકારી છે. ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 302 મેચોમાં 57.88ની એવરેજથી 14181 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન વિરાટ કોહલીએ ODIમાં 51 સદી અને 74 અડધી સદી ફટકારી છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ 1 સદી અને 38 અડધી સદીની મદદથી 4188 રન બનાવ્યા છે. T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી છે. વિરાટ કોહલી હવે ભારત માટે ફક્ત ODI ફોર્મેટમાં જ ક્રિકેટ રમી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ
1. સચિન તેંડુલકર (ભારત) - 100 સદી
2. વિરાટ કોહલી (ભારત) - 82 સદી
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 71 સદી
4. કુમાર સંગાકારા (શ્રીલંકા) - 63 સદી
5. જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા) - 62 સદી
શું વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે?
વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમી શકે છે. વિરાટ કોહલીમાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે અને તે એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે. કોઈપણ ટીમ વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવા માંગશે. વિરાટ કોહલીએ બતાવ્યું છે કે તે મોટા મંચ પર શું કરી શકે છે, પછી ભલે તે T20 વર્લ્ડ કપ હોય, 50 ઓવરનો વર્લ્ડ કપ હોય કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી હોય. આશા છે કે વિરાટ કોહલી 2027ના વર્લ્ડ કપ સુધી પોતાની ફિટનેસ જાળવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે