ધર્મની બેડીઓ તોડીને કર્યા લગ્ન, પહેલીવાર પિતા બનેલા ઝહીર ખાનની લવ સ્ટોરી છે ફિલ્મી
Zaheer Khan Sagarika Ghatge Son : લગ્નના 8 વર્ષ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાનનું ઘર બાળકની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે. તેની પત્ની સાગરિકા ઘાટગેએ પુત્રને જન્મ આપ્યો છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ સારા સમાચાર આપ્યા છે.
Trending Photos
Zaheer Khan Sagarika Ghatge Son : IPL 2025ની વચ્ચે ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ઝહીર ખાનનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું છે. તેની પત્ની સાગરિકા ઘાટગેએ પુત્રને જન્મ આપ્યો છે. લગ્નના 8 વર્ષ બાદ આ કપલે પોતાના ઘરે એક બાળકનું સ્વાગત કર્યું છે. ઝહીર ખાન IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ માટે મેન્ટરની ભૂમિકા ભજવી રહ્યો છે.
ઝહીર ખાન અને તેની પત્ની બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ વિશે માહિતી આપી હતી. ત્યારથી સેલિબ્રિટીથી લઈને ચાહકો સુધી દરેક કપલને અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ લવ મેરેજ કર્યા છે. લગ્ન કરવા માટે બંનેને ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારે તેમની લવ સ્ટોરી વિશે આ લેખમાં જાણીશું.
ઝહીર ખાન પહેલીવાર બન્યો પિતા
ભારતને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મોટી ભૂમિકા ભજવનાર ઝહીર ખાન પહેલીવાર પિતા બન્યો છે. સાગરિકા ઘાટગે અને ઝહીર ખાને હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરીને તેમના પુત્રના જન્મની જાહેરાત કરી. બુધવારે સાગરિકા-ઝહીરે આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે તેના નવજાત પુત્ર સાથે જોવા મળી રહ્યો છે. દંપતીએ તેમના પુત્રનું નામ પણ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું. પુત્રનું નામ 'ફતેહ સિંહ ખાન' રાખવામાં આવ્યું છે. પોસ્ટ શેર કરતાં ઝહીર-સાગરિકાએ લખ્યું, 'પ્રેમ, કૃતજ્ઞતા અને દેવીના આશીર્વાદ સાથે, અમે અમારા પ્રેમાળ બાળક ફતેહસિંહ ખાનનું સ્વાગત કરીએ છીએ.'
ઝહીર-સાગરિકાની લવ સ્ટોરી
એક ઈન્ટરવ્યુમાં સાગરિકા ઘાટગેએ જણાવ્યું હતું કે ઝહીર ખાન સાથેની તેની લવ સ્ટોરી એક મિત્રની પાર્ટીમાં શરૂ થઈ હતી, જ્યાં તેણે ઝહીરને એક સજ્જન તરીકે જોયો હતો. બંનેના પરસ્પર મિત્રોએ તેમને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, આ દંપતીએ 2017ની IPL સિઝન દરમિયાન સગાઈ કરી અને 23 નવેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા. ઝહીર-સાગરિકાએ કોર્ટ મેરેજ કર્યા હતા, જે પછી પરિવાર અને મિત્રો સાથે આ ક્ષણની ઉજવણી કરવામાં આવી હતી.
આ રીતે પહેલી મુલાકાત થઈ
ઝહીર ખાને સાગરિકાને પહેલી જ મુલાકાતમાં પસંદ કરી હતી. બંનેની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડ અંગદ બેદી (પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના પુત્ર) દ્વારા થઈ હતી. અહીંથી તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. સાગરિકા અંગદ બેદીની મિત્ર હતી. જ્યારે ઝહીર ખાન અંગદ બેદીને ક્રિકેટર હોવાના કારણે ઓળખતો હતો.
યુવરાજના લગ્નમાં તેઓ પહેલીવાર સાથે જોવા મળ્યા
ઝહીર અને સાગરિકા લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. જો કે, આ સમય દરમિયાન તેમના સંબંધોની અફવાઓ પણ વહેતી થઈ હતી કારણ કે બંને જાહેરમાં સાથે જોવા મળ્યા નહોતા. બંને પ્રથમ વખત પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. સાગરિકાએ કહ્યું હતું કે, 'મને યાદ છે કે હું મારા પિતાને કહેતી હતી કે હું તેને ડેટ કરી રહી છું, કારણ કે હું યુવીના લગ્નમાં હાજરી આપવા જઈ રહી હતી અને મને ખબર હતી કે આ બહાર આવવાનું છે. તેથી તે પહેલાં મારે મારા પિતાને કહેવું હતું અને મારા પિતાને જેકેને મળવું પડ્યું હતું.
ધર્મની બેડીઓ તોડીને પ્રેમનું ઉદાહરણ આપ્યું
કારણ કે ઝહીર ખાન મુસ્લિમ હતો, જ્યારે સાગરિકા હિંદુ રાજવી પરિવારમાંથી હતી. આવી સ્થિતિમાં તેમના લગ્નજીવનમાં સમસ્યાઓ ઉભી થવી સ્વાભાવિક હતું. જો કે, ધર્મની બેડીઓ પણ ઝહીર અને સાગરિકાને એકસાથે આવતા રોકી શકી નહીં. સાગરિકાનો પરિવાર ઝહીરને પસંદ કરતો હતો, પરંતુ ઝહીરનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. આખરે ઝહીર ખાનના આગ્રહને કારણે તેના પરિવારે પણ આ સંબંધ સ્વીકારવો પડ્યો અને આ કપલ કાયમ માટે એકબીજાનું બની ગયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે