"...નહીં તો સત્તાની આવડી મોટી તાકાત મને જીતવા ન દેત, આજથી ગુજરાતની વિધાનસભામાં જનતાનો અવાજ ગૂંજશે"
Watch Video: ગોપાલ ઈટાલિયાએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા. શપથ લીધા બાદ ગોપાલ ઇટલીયા ની પ્રતિક્રિયા. આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ડો બાબા સાહેબ ને યાદ કરું છું. સંવિધાનની તાકાત ના કારણે મારા જેવો સાધારણ વ્યક્તિ ચૂંટણી જીત્યો છે. મે વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. હું આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા ને યાદ કરું છું. એમને ચિતરેલા માર્ગ પર ચાલી શકુ તે માટે પ્રયાસ કરીશ. ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે. વિસાવદર ની જનતાનો પણ હું આભારી છું. ગુજરાતની જનતા ને વિનંતી છે કે તેઓ પોતાનો આત્મા જગાડે. ક્યાં સુધી ગુજરાતની આ પરિસ્થિતિ રહેશે.ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટલીયાનું આહવાન.