500 ભારતીયો સહિત 1200 કેદીઓને ઈદની સૌથી મોટી ભેટ, આ દેશના પ્રધાનમંત્રીએ આપ્યો છોડવાનો આદેશ

સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ઈદના અવસર પર કેદીઓને ઈદી આપતા તેમની મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આની જાહેરાત કરી હતી. હવે આ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે.

500 ભારતીયો સહિત 1200 કેદીઓને ઈદની સૌથી મોટી ભેટ, આ દેશના પ્રધાનમંત્રીએ આપ્યો છોડવાનો આદેશ

UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનને ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં તેમણે રમઝાન પહેલા મોટા પાયે કેદીઓને માફી આપવાની વાત કરી હતી. હવે રમઝાનના અંતમાં 1,295 કેદીઓને મુક્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે 1,518 કેદીઓને માફીની જાહેરાત કરી છે. મુક્ત કરાયેલા લોકોમાં 500થી વધુ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

500 ભારતીય નાગરિકો પણ સામેલ
દેશ અને દુનિયામાં ઈદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. રમઝાનના આ પવિત્ર મહિનામાં સંયુક્ત અરબ અમીરાતે કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી છે. ઈદને ધ્યાનમાં રાખીને UAEની જેલમાં બંધ કેદીઓને જીવન જીવવાની બીજી તક આપવામાં આવી રહી છે. ફેબ્રુઆરીના અંતમાં આની જાહેરાત કરવામાં આવી હતી. 

— ANI (@ANI) March 28, 2025

પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે કુલ 1518 કેદીઓને માફીની જાહેરાત કરી હતી. જેમને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં 500થી વધુ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. UAEના આદેશ બાદ આ વર્ષે આ ભારતીયો તેમના પરિવાર સાથે ઈદ મનાવી શકશે.

ક્યારે હશે ઈદ?
રમઝાન મહિનો પૂરો થવાનો છે. સાઉદી અરેબિયામાં ઈદની રજાઓ જાહેર કરવામાં આવી છે. સાઉદી અરેબિયામાં જાહેર ક્ષેત્રની રજાઓ 24 રોઝા (22 માર્ચથી શરૂ થાય છે) થી શરૂ થઈ છે, કારણ કે ત્યાં 1446 હિજરી અનુસાર રોજા એક દિવસ પહેલા શરૂ થાય છે. આ સિવાય ખાનગી ક્ષેત્ર અને બિન-લાભકારી ક્ષેત્ર માટે રજાઓ 29 રોઝા (એટલે ​​કે 27 માર્ચથી) શરૂ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news