5-15 દિવસમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 5 શેર, બ્રોકરેજે કહ્યું- ખરીદો, આવશે તોફાની તેજી
મોતીલાલ ઓસ્વાલે 4 થી 15 ઓગસ્ટ માટે મોમેન્ટમ વોચલિસ્ટમાં આવા 5 શેરોનો સમાવેશ કર્યો છે જેમાં તેજી જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં આ શેરોનું પ્રદર્શન સકારાત્મક રહ્યું છે. મોતીલાલ ઓસ્વાલે તેમને ખરીદવાની સલાહ આપી છે. આ શેરોમાં વધારો થઈ શકે છે.
Trending Photos
Stock Market News: બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે એક મોમેન્ટમ સ્ટોક્સનું લિસ્ટ જાહેર કર્યું છે. આ એવા સ્ટોક્સ હોય છે જેમાં છેલ્લા ઘણા દિવસો કે મહિનાથી તેજી યથાવત રહે છે અને આગામી સમયમાં પણ તેજી જોવા મળી શકે છે. Momentum Stocks લિસ્ટ મોટા ભાગે 3થી 12 મહિનાના સમયગાળામાં શેરના રિટર્નના આધારે તૈયાર કરવામાં આવે છે. શેરના પ્રદર્શનનું વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યારબાદ એવા સ્ટોક્સની પસંદગી કરવામાં આવે છે, જે આવનારા સમયમાં ઈન્વેસ્ટરોને ફાયદો આપે છે. આવું જ લિસ્ટ મોતીલાલ ઓસવાલે ટોપ 5 બુલિશ સ્ટોકનું શેર કર્યું, જેમાં 4 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેજી રહી શકે છે.
આવો જાણીએ આખરે આ લિસ્ટમાં કયા-કયા સ્ટોક સામેલ છે જે તમને આ દરમિયાન ફાયદો કરાવી શકે છે.
આ શેરમાં આવી શકે છે તેજી
કોરોમંડલ ઈન્ટરનેશનલ (Coromandel International)
ભારતી એરટેલ (Bharti Airtel)
જેકે સીમેન્ટ (JK Cement)
સિરમા એસજીએસ ટેક્નોલોજી (Syrma SGS Technology)
મેક્સ હેલ્થકેર (Max Healthcare)
આ સ્ટોક્સમાં બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે BUY રેટિંગ આપ્યું છે. એટલે કે તેમાં ખરીદી કરી શકાય છે. આ આવનારા સમયમાં સારૂ રિટર્ન આપી શકે છે.
શુક્રવારે કોરોમંડલ ઈન્ટરનેશનલના શેર -3.77 ટકાના ઘટાડા સાથે 2590 રૂપિયા પર બંધ થયો હતો.
ભારતીય એરટેલનો શેર પણ શુક્રવારે 1.53 ટકાના ઘટાડા સાથે 1417 રૂપિયા પર બંધ થયો હતો.
JK Cement નો શેર શુક્રવારે 6639.50 રૂપિયા પર બંધ થયો હતો. તો Max Healthcare નો શેર 0.48 ટકાના ઘટાડા સાથે 1240 રૂપિયા પર બંધ થયો હતો.
આ બધા 5 બુલિશ શેરમાં શુક્રવારે ઘટાડાનું મુખ્ય કારણ ટ્રમ્પની ટેરિફની જાહેરાત હતું. પરંતુ આ નાના ઘટાડાથી ડરવાની જરૂર નથી. બ્રોકરેજ પ્રમાણે આ શેરમાં તેજી યથાવત રહી શકે છે.
(ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે