પ્રેમ લગ્ન કરવાનું ભયંકર પરિણામ: પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો...! યુવતીના પરિવારે માથું ફોડી નાખ્યું!
Banaskatha News: બનાસકાંઠા જિલ્લાના થરાદના ડુવા ગામમાં લવ મેરેજની અદાવતમાં યુવતીના પરિવારના 12 શખ્સોએ યુવકના પિતાની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. લવ મેરેજની અદાવદમાં ઉશ્કેરાયા યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હિચકારો હુમલો કરી યુવકના પિતાની હત્યા કરી હતી. આ મામલે 12 આરોપી સામે ગુનો નોંધી 6 આરોપીઓની અટકાયત કરી હતા.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે. લવ મેરેજની અદાવત રાખી યુવતીના પરિવારે યુવકના પરિવાર પર હુમલો કરી યુવકના પિતાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી. જોકે થરાદ પોલીસે હત્યા મામલે 12 લોકો સામે ગુનો નોંધી 6 આરોપીઓની અટકાયત કરી છે. જોકે થરાદ પોલીસે હજુ 6 ફરાર આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદના ડુવા ગામના યુવાનને પ્રેમ લગ્નમાં પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો છે.પ્રેમલગ્નની કિંમત યુવકને પોતાના પિતાનો જીવ ખોઈને ચૂકવવી પડી છે. 20 દિવસ અગાઉ થરાદના ડુવા ગામના શ્રવણ ડાંગિ નામના યુવકે પાવડાસણ ગામની સુખી વણકર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ પ્રેમ લગ્ન સુખીબેન વણકરના પરિવારને માન્ય ન હતા. જેથી સુખીબેનના પરિવારે શ્રવણના પરિવાર સાથે મુલાકાત કરી પોતાની દીકરીને લઈ જવા માટે કહ્યું હતું પરંતુ તે દરમિયાન સુખીબેન વણકર પોતાના પરિવાર સાથે જવા માટે તૈયાર ન હતા.
જેથી પરિવાર પોતાની દીકરી સુખીબેનને લીધા વગર પોતાના ગામ પાવડાસણ ખાતે પહોંચ્યા હતા. થોડા દિવસ સુધી મામલો ઠંડો પડ્યા બાદ શ્રવણભાઈ અને સુખીબેન ડુવા ગામ ખાતે આવ્યા હતા. જે વાતની જાણ સુખીબેનના પરિવારને થતા પરિવારે સુખી બેનને મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. જે દરમિયાન શ્રવણભાઈના સંબંધી પોપટભાઈ દ્વારા શ્રવણભાઈના પરિવારને પોતાના ઘરે મળવા માટે બોલાવ્યા હતા. જેથી શ્રવણભાઈના મોટાભાઈ જબરાભાઈ ડાંગી, પિતા પ્રહલાદભાઈ ડાંગી અને પત્ની સુખીબેન ચાર લોકો પોપટભાઈ ના ઘરે મળવા માટે ગયા હતા.
સુખીબેનના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા.. સમાધાન 2 લાખ ભરવાની વાત પણ કરી હતી. સુકીબેન અને શ્રવણભાઈના પરિવારજનોએ એકબીજાને ગોળ ખવડાવી અને સાથે જમીને સમાધાન પણ કર્યું હતું.. બંને પરિવારો જમીને છૂટા પડ્યા બાદ સુખીબેનના પરિવારજનોને સુખીબેનનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો. જે દરમિયાન શ્રવણભાઈ પોતાના પરિવાર સાથે ગાડીમાં બેસીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે અલગ અલગ ૩ ગાડીઓમા 12 થી વધુ લોકોએ શ્રવણભાઈની બોલેરો પીકઅપ ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન ધાખા ડુવા રોડ પર શ્રવણની ગાડીને ટક્કર મારીને સુખીબેનના પરિવાર જનો દ્વારા શ્રવણભાઈના પરિવાર પર લાકડી પાઇપ અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો.
આ હુમલામાં શ્રવણભાઈના પિતા પ્રહલાદભાઈ ડાંગીના માથામાં તીક્ષણ હથિયાર વાગી જતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.. જ્યારે હુમલામાં ઇજાગ્રસ્ત શ્ર્વાણભાઈના પરિવારના ૩ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ પ્રેમ લગ્નની અદાવત રાખી સુખીબેનના પરિવારજનોએ મંડળી રચી શ્રવણભાઈના પિતાને મોતને ઘાટ ઉતારી દેતાં.
શ્રવણના મોટાભાઈ જબરા ડાંગી દ્વારા પોતાના પિતાની થયેલ હત્યા મામલે થરાદ પોલીસ મથકે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી થરાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી 6 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.. જ્યારે ફરાર 6 આરોપીને ઝડપી લેવા માટે થરાદ પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓ
(1) શાંતીભાઈ ચમનાજી જાતે.વણકર (અ.જા) ઉ.વ.43 ધંધો.ખેતમજુરી રહે.પાવડાસણ તા.થરાદ
(2) અશોકભાઈ શાંતીલાલ ચમનાભાઈ જાતે.વણકર(ચૌહાણ) ઉ.વ.24 ધંધો.ખેતી તથા વેપાર રહે.પાવડ તા.થરાદ જિ.બનાસકાંઠા
(3)સુરેશભાઈ સ/ઓ શાંતીલાલ ચમનાભાઈ જાતે.વણકર(ચૌહ ઉ.વ.19 ધંધો.ખેતી રહે.પાવડાસણ તા.થરાદ
(4) મેવાભાઈ ચમના જાતે.વણકર (ચૌહાણ) ઉ.વ.40 ધંધો.ખેતી રહે.પાવડાસણ તા.થરાદ
(5) જેમલભાઈ ચમનાભાઈ જાતે.વણકર ઉ..46 ધંધો.ખેતી રહે.પાવડાસણ તા.થરાદ
(6) ગુગીબેન ઉર્ફે દાડમબેન સમર્તાજી ગામ બોરલા ચોહટન રાજસ્થાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે