પાકિસ્તાનને ઝટકો! પહેલા ધરાઈને આપી લોન, હવે IMFએ 11 શરતો સાથે આપી ચેતવણી, શું કરશે PAK?
IMF New Conditions On PAK: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો ત્યારે IMF એ પાકિસ્તાનને નાણાકીય સહાય મંજૂર કરી હતી, પરંતુ હવે વૈશ્વિક સંસ્થાએ આગામી હપ્તા પહેલા 11 નવી શરતો લાદીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે.
Trending Photos
Pahalgam Terror Attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા બાદ તણાવ વધ્યા બાદ હવે યુદ્ધવિરામ (Indo-PAK Ceasefire) છે. જ્યારે ભારત અને પાકિસ્તાન બંને તરફથી સરહદ પર હુમલા થઈ રહ્યા હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ આતંકવાદને આશ્રય આપતા દેશને નાણાકીય મદદ પૂરી પાડવા માટે 1 અબજ ડોલરની લોન મંજૂર કરીને દુનિયામાં બદનામી વ્હોરી હતી. પરંતુ હવે તે કદાચ પાકિસ્તાનની વાસ્તવિક રમત સમજી ગયું છે અને વૈશ્વિક સંસ્થાએ બેલઆઉટનો આગામી હપ્તો જાહેર કરતા પહેલા 11 નવી શરતો (IMF New Conditions on Pakistan) લાદી છે. એટલું જ નહીં, પાકિસ્તાન માટે એક મોટી ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
'શરતો પૂરી કરો, નહીંતર તમને આગળનો હપ્તો નહીં મળે...'
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનને મોટી લોન આપ્યા પછી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) હવે કદાચ પોતાના નાણાં ગુમાવવાનું જોખમ અનુભવી રહ્યું છે. પીટીઆઈના અહેવાલ મુજબ આ કારણે IMF એ તેના બેલઆઉટ પેકેજનો આગામી હપ્તો આપવા માટે પાકિસ્તાન પર 11 નવી શરતો લાદી છે અને આ પછી પાકિસ્તાન પર કુલ શરતો વધીને 50 થઈ ગઈ છે. IMF દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો આ શરતો પૂરી નહીં થાય તો તેને આગામી હપ્તો આપવામાં આવશે નહીં.
Indo-PAK તણાવ વચ્ચે આપ્યો હતો સહારો
તાજેતરમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની સેનાઓ સરહદ પર સામસામે હતી અને બંને બાજુથી ડ્રોન અને મિસાઇલ હુમલાઓ થઈ રહ્યા હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે હાલની વિસ્તૃત ભંડોળ સુવિધા હેઠળ પાકિસ્તાનને લગભગ 1 અબજ યુએસ ડોલરનો હપ્તો આપવાની મંજૂરી આપી હતી. આ સાથે IMF એ હાલના 7 અરબ ડોલરના બેલઆઉટ પેકેજ હેઠળ પાકિસ્તાન માટે ક્લાઇમેટ રેઝિલિયન્સ લોન માટે 1.4 અરબ ડોલરની વધારાની રકમ પણ મંજૂર કરી છે. આને ઉમેરીને IMF તરફથી પાકિસ્તાનને મળેલી કુલ સહાય 2.4 અરબ ડોલર થાય છે. આ મંજૂરી પછી IMF સામે વૈશ્વિક ગુસ્સો ફાટી નીકળ્યો અને તે વિશ્વભરમાં કુખ્યાત બન્યું.
પાકિસ્તાન પર આ શરતોનો નાંખ્યો બોજ
જો આપણે પાકિસ્તાન માટે IMF દ્વારા લાવવામાં આવેલી નવી શરતો પર નજર કરીએ તો તેમાં સંસદ દ્વારા 17.6 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ ફેડરલ બજેટને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે, જ્યારે વીજળીના બિલ પર ઉચ્ચ સરચાર્જ લાદવાની શરત પણ મૂકવામાં આવી છે. હાલમાં પાકિસ્તાનના આયાત નિયમો ફક્ત 3 વર્ષ સુધી જૂની કારની આયાતને મંજૂરી આપે છે, તેને 5 વર્ષ સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે. વધુમાં સરકારે 2035 સુધીમાં સ્પેશિયલ ટેક ઝોન અને ઔદ્યોગિક ઉદ્યાનો માટે પ્રોત્સાહનો તબક્કાવાર બંધ કરવા માટે એક રોડમેપ તૈયાર કરવો પડશે. તેનો અહેવાલ વર્ષના અંત સુધીમાં રજૂ કરવાનો છે.
એનર્જી સેક્ટરમાં આ મુખ્ય શરતો
- 1 જુલાઈ 2025 સુધીમાં વાર્ષિક વીજળીના દરમાં સુધારો કરવાની સૂચના જાહેર કરવી.
- 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં અર્ધવાર્ષિક ગેસ ટેરિફ ગોઠવણ.
- મે મહિનાના અંત સુધીમાં કેપ્ટિવ પાવર લેવી વટહુકમ લાગુ કરવા માટે કાયમી કાયદો લાવી રહ્યા છીએ.
- જૂનના અંત સુધીમાં Debt Service Surcharge પર પ્રતિ યુનિટ રૂ. 3.21 ની મર્યાદા દૂર કરવામાં આવશે.
IMFના લક્ષ્યોને અનુરૂપ હોય બજેટ
IMFના રિપોર્ટ મુજબ પાકિસ્તાનનું આગામી સંરક્ષણ બજેટ 2,414 અબજ રૂપિયા હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતા 12% વધુ છે, પરંતુ તાજેતરમાં શાહબાઝ શરીફ સરકારે આ મહિનાની શરૂઆતમાં તેમાં 2,500 અબજ રૂપિયા એટલે કે 18% વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે IMFના રાજકોષીય સંતુલન લક્ષ્યની વિરુદ્ધ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે સંસદને IMF લક્ષ્યોને અનુરૂપ જૂન 2025 સુધીમાં 2026નું બજેટ પસાર કરવા જણાવ્યું છે.
PAK ને આપી દીધી આ ચેતવણી
રિપોર્ટમાં એક્સપ્રેસ ટ્રિબ્યુનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 11 નવી શરતો લાદવાની સાથે IMF રિપોર્ટમાં પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ રહે છે અથવા વધશે, તો તેની અસર કાર્યક્રમના નાણાકીય, બાહ્ય અને સુધારા લક્ષ્યો માટે સીધા જોખમો પેદા કરી શકે છે. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતના ઓપરેશન સિંદૂરના પગલે IMFની ચેતવણી આવી છે.
તમને જણાવી દઈએ કે પહલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ ભારતે આ ઓપરેશન હેઠળ હવાઈ હુમલો કરીને બદલો લીધો હતો અને તેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ પછી 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર એક કરાર થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે