પહેલા એક ડ્રોન આવ્યું, પછી વધુ ત્રણ... કેવી રીતે રાખ થઈ આતંકની ફેક્ટરીઓ? પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું ભયાનક દ્રશ્ય

India Pakistan War: ભારતે જે રીતે ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો તેના પર દુનિયાભરના લોકો ભારતીય સેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ હુમલો જોનારા એક પ્રત્યક્ષદર્શીનું નિવેદન પણ આવ્યું છે.

પહેલા એક ડ્રોન આવ્યું, પછી વધુ ત્રણ... કેવી રીતે રાખ થઈ આતંકની ફેક્ટરીઓ? પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું ભયાનક દ્રશ્ય

India Air Strike: ભારતે જે રીતે ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો તેના પર દુનિયાભરના લોકો ભારતીય સેનાની પ્રશંસા કરી રહ્યા છે. ભારતના હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ભારત કેવી રીતે ખૂબ જ ઉત્સાહથી આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી રહ્યું છે. હુમલા બાદ પાકિસ્તાનના મુરિદકેથી એક પ્રત્યક્ષદર્શીની પ્રતિક્રિયા આવી છે. તેમણે ભારતના હુમલાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, કેવી રીતે ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું ભયાનક દ્રશ્ય
રોઇટર્સના રિપોર્ટ અનુસાર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, રાત્રે 12:45 વાગ્યાની આસપાસ એક ડ્રોન આવ્યું, ત્યારબાદ વધુ ત્રણ આવ્યા. તેમણે આતંકવાદીના ઠેકાણાઓ પર હુમલો કર્યો અને બધું જ તબાહ થઈ ગયું. આ ઉપરાંત એવું કહેવામાં આવ્યું કે, એક વ્યક્તિ જે પોતાની ફરજ બજાવી રહ્યો હતો તેનું હુમલામાં મોત થયું.

A local says, "At around 12:45 in the night, one drone came first, followed by three other drones, and they attacked the mosques...everything… pic.twitter.com/EJ68G8U0nF

— ANI (@ANI) May 7, 2025

તબાહ થયા આતંકવાદીના ઠેકાણા
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત મુરીદકેમાં મરકઝ તૈયબાનું ઘર છે. અહીં પર પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT)નું સૌથી મહત્વપૂર્ણ તાલીમ અને વૈચારિક કેન્દ્ર આવેલું છે. ત્યાં એક આતંકવાદી તાલીમ કેન્દ્ર અને કટ્ટરપંથીકરણ એન્જિન બન્ને તરીકે કામ કરે છે. જેમાં દર વર્ષે લગભગ 1,000 વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે. જે જેહાદ માટે પ્રેરણા અને ભરતી કરવા માટે રચાયેલ છે.

સાથે જ તમને જણાવી દઈએ કે, બહાવલપુરમાં પણ એરસ્ટ્રાઈક થઈ છે, એટલે કે પાકિસ્તાનના પંજાબમાં કાર્યવાહી થઈ રહી છે. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક છે. મસૂદ અઝહરની સાથે-સાથે હાફિઝ સઈદના પણ આતંકવાદી ઠેકાણાને પણ મિસાઈલ હુમલામાં ઉડાવી દેવામાં આવ્યા છે. ફૈસલાબાદ, કોટલી, મુઝફ્ફરાબાદમાં મોટા આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરવામાં આવ્યા છે. શરૂઆતના રિપોર્ટ અનુસાર 70 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની જાણકારી મળી રહી છે.

ઓપરેશન સિંદૂરે લીધો બદલો
તમને જણાવી દઈએ કે, ભારતનું ઓપરેશન સિંદૂર 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સીધા જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 26 નાગરિકો માર્યા ગયા હતા. આ પછી દેશભરમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, આતંકવાદીઓને માટીમાં ભેળવી દેઈશું. જે જોવા પણ મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news