પાકિસ્તાને ક્યાં રાખ્યા છે ઘાતક અને વિનાશકારી પરમાણુ બોમ્બ, અમેરિકા-રશિયાની જેમ બીજા દેશમાં છૂપાવ્યા છે?

પહેલગામ હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગની શરૂઆત થઈ ગઈ છે. આવામાં પરમાણું બોમ્બની વાત આવતા જ  દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ જાય છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પાસે હજારો પરમાણુ બોમ્બ છે અને આ દેશ પોતાા કેટલાક બોમ્બ બીજા દેશોમાં પણ રાખે છે. પરંતુ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પાકિસ્તાને પણ એવું કર્યું છે? જાણો સચ્ચાઈ. 

પાકિસ્તાને ક્યાં રાખ્યા છે ઘાતક અને વિનાશકારી પરમાણુ બોમ્બ, અમેરિકા-રશિયાની જેમ બીજા દેશમાં છૂપાવ્યા છે?

અમેરિકા અને રશિયા દુનિયાની સૌથી મોટી તાકાતો છે. અમેરિકાએ જર્મની, ઈટાલી, અને બેલ્જિયમ જેવા યુરોપીયન દેશોમાં પોતાના પરમાણુ બોમ્બ રાખ્યા છે. રશિયા પણ પોતાના હથિયારોને કેટલીક ખાસ જગ્યાઓ પર સુરક્ષિત રાખે છે. આ દેશ પોતાની સુરક્ષા અને રણનીતિ માટે આવું કરે છે. પરંતુ આવામાં લોકોના મનમાં એ સવાલ ઉઠે છે કે શું પાકિસ્તાન પણ પોતાના પરમાણુ બોમ્બને કોઈ બીજા દેશમાં રાખી શકે છે. 

અહીં રાખે છે અમેરિકા અને રશિયા બોમ્બ
અમેરિકા અને રશિયા પાસે હજારો પરમાણુ હથિયારો છે ત્યારે આવામાં અમેરિકાએ ઈટાલી, જર્મની, તુર્કીએ, બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પોતાના કેટલાક પરમાણુ હથિયારો રાખ્યા છે. જ્યારે રશિયાએ કેટલાક પરમાણુ હથિયારો બેલારૂસમાં રાખ્યા છે. 

પાકિસ્તાનના પરમાણુ બોમ્બ
પાકિસ્તાને 1998માં પોતાનો પહેલો પરમાણુ ટેસ્ટ કર્યો હતો. આજે તેમની પાસે લગભગ 170 પરમાણુ બોમ્બ છે. આ બોમ્બ મિસાઈલો અને વિમાનોથી છોડી શકાય છે. જાણકારોનું કહેવું છે કે આ તમામ બોમ્બ પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા, જેમ કે મસરૂર અને રાફિકી એરબેસમાં કડક સુરક્ષા સાથે રાખેલા છે.પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો લઈ જનારા મિરાજ 3 અને મિરાજ 5 ફાઈટર જેટ છે. પાકિસ્તાનની વાયુસેના મિરાજ એરબેસ પર તૈનાત છે. કરાચી પાસે મસરૂર અને રફિકી એરબેસ ઉપર પણ મિરાજ ફાઈટર વિમાનોનો કાફલો છે. મસરૂરથી 5 કિમી દૂર ગુપ્ત જગ્યાએ પણ જમીનની અંદર બનેલા બંકરમાં પરમાણુ હથિયારો રાખવામાં આવ્યા છે.  આ ઉપરાંત અનેક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે  પાકિસ્તાને સરગોધામાં પરમાણુ હથિયારોનો ભંડાર બનાવીને રાખ્યો છે. પાકિસ્તાન પાસે જે એફ-16 ફાઈટર વિમાનો છે તે સરગોધા (મુશાક) વાયુસેના સ્ટેશન અને શહબાજ એરબેસ (જૈકોબાબાદ) પર તૈનાત છે જે સરગોધા વેપન્સ સ્ટોરેજ કોમ્પ્લેક્સની રખેવાળી કરી છે. 

શું છે તેની પાછળની સચ્ચાઈ
કેટલાક લોકો આ વાત અંગે એવો દાવો કરે છે કે પાકિસ્તાને પોતાના પરમાણુ બોમ્બ કોઈ બીજા દેશમાં છૂપાવ્યા છે. પરંતુ તેના કોઈ પાક્કા પૂરાવા નથી. જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાન માટે આમ કરવું ખુબ મુશ્કેલ અને ખતરનાક રહેશે. પાકિસ્તને પોતાના બોમ્બ ભારતથી સુરક્ષા માટે  બનાવ્યા છે અને તેને પોતાના દેશમાં જ રાખવા વધુ સુરક્ષિત સમજે છે. 

પુરાવા વગર લોકો કરે છે દાવા?
સોશિયલ મીડિયા પર એવા સમાચાર જલદી ફેલાય છે. કેટલાક લોકો પુરાવા વગર કહે છે કે પાકિસ્તાને બોમ્બ છૂપાવ્યા છે. પરંતુ આ બધી અફવાઓ છે. જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાન પોતાના બોમ્બની કડક નિગરાણીમાં રાખે છે. જો કે દેશમાં આતંકવાદ અને અસ્થિરતાને કારણે દુનિયાને ચિંતા રહે છે. 

પાકિસ્તાન ક્યાં રાખે છે પરમાણુ બોમ્બ
પાકિસ્તાનના બીજા દેશમં પરમાણુ બોમ્બ હોય તેવી સંભાવના ખુબ ઓછી છે. કારણ કે પાકિસ્તાનના કોઈ પણ દેશ સાથે એટલા સારા સંબંધ નથી. ભલે ચીન સતત પાકિસ્તાનનું સમર્થન કરતું આવ્યું હોય પરંતુ પાકિસ્તાન પરમાણુ હથિયારોના મામલે આટલું રિસ્ક નહીં લે. 

પાકિસ્તાન પાસે કઈ મિસાઈલો
પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો ઈ જતી કઈ મિસાઈલો છે તે પણ જાણવું જરૂરી છે. પાકિસ્તાન પાસે એટમી વોરહેડ તરીકે ઉપયોગમાં લેવા લાયક શાહીન -I/A (Hatf-4), નાસ્ત્ર (Hatf-9), અબ્દાલી (Hatf-2), ગઝનવી (Hatf-3), ગૌરી (Hatf-5) અને શાહીન -2 (Hatf-6) મિસાઈલો છે. તે ચીનની મદદથી શાહીન-3 અને અબાબીલ મિસાઈલ ઉપર પણ શોધ વિકાસ કાર્યમાં લાગ્યું છે. 

પાકિસ્તાન પાસે કેટલા પરમાણુ બોમ્બ
બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસના 11 સપ્ટેમ્બર 2023ના રિપોર્ટ મુજબ પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારો છે. Pakistan Nuclear Handbook Report 2023 પાકિસ્તાન સેનાની છાવણી, એરબેસની સેટેલાઈટ તસવીરોથી જાણવા મળે છે કે તેમણે પરમાણુ હથિયારો ક્યાં છૂપાવી રાખ્યા છે. જ્યારે ભારત પાસે પાકિસ્તાન કરતા વધુ 180 પરમાણુ હથિયારો છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news