Asim Malik: ભારતનો આ હદે ડર? યુદ્ધની આહટ વચ્ચે પાકિસ્તાને કર્યું એવું કામ..દેશના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું
Pahalgam Attack: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે. પાકિસ્તાન સતત ટેન્શનમાં છે કે ભારત હવે શું કરશે. આ બધા વચ્ચે પાકિસ્તાને એક એવું પગલું ભર્યું કે બધા નવાઈ પામી ગયા. પાકિસ્તાન દેશના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે.
Trending Photos
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર તણાવનો માહોલ છે. ભારત સાથે યુદ્ધના વાદળ છવાયા છે અને આ બધા વચ્ચે પાકિસ્તાને લેફ્ટેનન્ટ જનરલ મોહમ્મદ આસિમ મલિકને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા છે. મલિકને ઓક્ટોબર 2024માં ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. મંગળવારે કેબિનેટ ડિવિઝનના નોટિફિકેશન મુજબ જનરલ મલિકને અધિકૃત રીતે એનએસએની જવાબદારી સોંપાઈ છે.
પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર બન્યું
નોટિફિકેશનમાં કહેવાયુ છે કે લેફ્ટેનન્ટ જનરલ મોહમ્મદ આસિમ મલિક ડીજી આઈએસઆઈ તત્કાળ પ્રભાવથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)નો વધારોનો કાર્યભાળ સંભાળશે. તેઓ પાકિસ્તાનના 10માં NSA છે. અત્રે જણાવવાનુંકે આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે એક વર્તમાન ISI પ્રમુખને બંને મહત્વપૂર્ણ પદો પર એક સાથે કામ કરવાની જવાબદારી સોંપાઈ છે. આ નિયુક્તિ ભારત સાથે વધતા તણાવ વચ્ચે થઈ છે. ખાસ કરીને 22 એપ્રિલના પહેલગામ હુમલા બાદ કે જેમાં 26 લોકોના જીવ ગયા હતા. NSA નું પદ 2022 એપ્રિલથી ખાલી હતી. ત્યારે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ સરકારને હટાવવામાં આવી હતી. તે સમયે ડો. મોઈદ યુસુફ NSA હતા.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ
અત્રે જણાવવાનું કે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતા. ત્યારબાદ ભારત આકરા પાણીએ છે અને અનેક પ્રકારે કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય સેનાને ફ્રી હેન્ડ પણ અપાઈ ગયો છે અને હાલમાં ભારત સરકારે અનેક મહત્વની બેઠકો કરી. જેના કારણે પાકિસ્તાન પ્રશાસનમાં હડકંપ મચેલો છે. પહેલગામ હુમલા બાદ ભારતની કડક પ્રતિક્રિયાએ પાકિસ્તાનના સૈન્ય અને નાગરિકો બંનેને બેચેન કરી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે