Lahore News: લાહોરમાં એક બાદ એક સતત 3 ધડાકાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, મિસાઈલ હુમલાનો દાવો

Lahore News: 7મી મેના રોજ ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો અને પાકિસ્તાન તથા પીઓકેના 9 જેટલા આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા. હવે એક દિવસ બાદ પાકિસ્તાનના લાહોરમાં મિસાઈલ હુમલાના દાવા થઈ રહ્યા છે. 

Lahore News: લાહોરમાં એક બાદ એક સતત 3 ધડાકાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, મિસાઈલ હુમલાનો દાવો

Lahore Explosions in Pakistan: પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં રીત સરનો ખૌફનો માહોલ છે. આ જ કડીમાં હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવો દાવો કરાયો છે કે પાકિસ્તાનના લાહોરમાં એક બાદ એક ત્રણ ધડાકા  થયા છે. ગુરુવારે સવારે આ ધડાકાના સમાચાર સામે આવ્યા. કેટલાક સ્થાનિક સ્ત્રોતો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સે આ મિસાઈલ હુમલો હોવાનો દાવો કર્યો છે. આ ઘટના ભારતના ઓપરેશન સિંદૂર કાર્યવાહી બાદ વધેલા તણાવ વચ્ચે ઘટી અને આથી લોકોમાં ચર્ચા છે. જલદી આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ શકે છે. 

સમગ્ર લાહોરમાં સાઈરનો વાગે છે
નોંધનીય છે કે આ ધડાકા 7મેના રોજ ભારતે પાકિસ્તાન અને પીઓકેના 9 આતંકી ઠેકાણાઓ પર  કરેલી પ્રિસિઝન મિસાઈલ એટેક બાદ થયા છે. ભારતે આ હુમલો પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ કર્યો હતો. હવે લાહોરમાં ધડાકા સંભળાઈ રહ્યા છે. એવા સમાચાર છે કે સમગ્ર લાહોરમાં સાઈરનો વાગી રહી છે અને લાહોર એરપોર્ટ બંધ કરાયું છે. 

— Zee News (@ZeeNews) May 8, 2025

ઈમરજન્સીની જાહેરાત
હજુ સુધી પાકિસ્તાની અધિકારીઓ કે સેના દ્વારા આ ધડાકાઓની મિસાઈલ હુમલા તરીકે પુષ્ટિ થઈ નથી. જો કે પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં એવું જરૂર કહેવાયું છે કે વિસ્તારમાં સુરક્ષાદળો તૈનાત છે અને લોકોને નજીક જતા રોકવામાં આવી રહ્યા છે. ધડાકાઓ બાદ લાહોરમાં ઈમરજન્સીની જાહેરાતના અહેવાલો છે અને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ હોવાનું કહેવાય છે. 

— Zee News (@ZeeNews) May 8, 2025

ભારતનું ઓપરેશન સિંદૂર
આ અગાઉ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 7મેના રોજ જૈશ એ મોહમ્મદ, અને લશ્કર એ તૈયબાના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. બહાવલપુરના મરકઝ સુભાન અલ્લાહ અને મુરિદકે ઉપર પણ હુમલા કરાયા. પાકિસ્તાને આ હુમલાને યુદ્ધની કાર્યવાહી ગણાવતા જવાબી કાર્યવાહીની ધમકી આપી છે. પરંતુ તે કશું કરી શક્યું નથી કારણે ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. 

કેટલાક રિપોર્ટ્સમાં ડ્રોન એટેકનો દાવો
પાકિસ્તાનના કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે લાહોરમાં ડ્રોનથી હુમલો થયો છે. લાહોર એરપોર્ટ પાસે ધડાકાનો અવાજ અનેક કિલોમીટર સુધી સંભળાયો છે. ત્યારબાદ સાઈરનનો અવાજ સંભળાયો. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે આ ધડાકાઓની જગ્યા અને તેમના કારણની માહિતી મેળવવામાં આવી રહી છે. લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં વોલ્ટન એરપોર્ટ પાસે વોલ્ટન રોડ પર અનેક ધડાકા સંભળાયા. લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધડાકા બાદ લાહોર એરપોર્ટને અસ્થાયી રીતે બંધ કરાયું છે. અત્રે જણાવવાનું કે આ વિસ્ફોટ જ્યાં થયો છે ત્યાં વોલ્ટન એરપોર્ટ પાસે પાકિસ્તાની આર્મીનું યુનિટ છે. સૂત્રોનું માનીએ તો કરાચી એરપોર્ટ પણ હાલ ફ્લાઈટ ઓપરેશન માટે બંધ કરાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news