દુનિયાના દરેક દેશમાં પાર્ટનર બનાવવા નિકળી આ મોડલ! અહીં તો મુકી દેવાયો છે પ્રતિબંધ

Travel Ban: તે સ્પષ્ટ નથી કે એલ્સા તેની યાત્રા ચાલુ રાખશે કે નહીં. તેનું લક્ષ્ય દરેક દેશમાં તેની સફળને યાદગાર બનાવવાનો છે અને આ માટે તેણે એક વેબસાઈટ પણ બનાવી છે જ્યાં તે તેની મુસાફરીનો રેકોર્ડ રાખે છે.

દુનિયાના દરેક દેશમાં પાર્ટનર બનાવવા નિકળી આ મોડલ! અહીં તો મુકી દેવાયો છે પ્રતિબંધ

Model Elsa Thora: સ્વીડિશ મોડલ એલ્સા થોરા પોતાની અનોખી સફરને લઈ ચર્ચામાં છે. આ સંદર્ભમાં તેના પર હવે અફઘાનિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 23 વર્ષીય એલ્સાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે, તે દરેક દેશમાં એક નવો સાથી બનાવવાના તેના મિશન પર નીકળી છે. જો કે, હવે તેની યાત્રામાં મોટો અવરોધ આવ્યો છે. આ એ જ એલ્સા થોરા છે જેણે થોડા સમય પહેલા કહ્યું હતું કે, તે મંગળ પર બાળકને જન્મ આપનારી પ્રથમ વ્યક્તિ બનશે. હાલમાં તે તેના નવા કારનામા માટે ચર્ચામાં છે.

ધરપકડ કરવામાં આવશે અને..
વાસ્તવમાં ડેઈલી સ્ટારના એક રિપોર્ટ અનુસાર એલ્સાએ એક ઈન્સ્ટાગ્રામ મેસેજ શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ કંઈક કહી રહ્યો છે જે પોતાને ઓફિસર ગણાવી રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે, તેણે તાલિબાનની વિદેશી ગુપ્તચર શાખાના પ્રમુખે એલ્સા વિશે જાણકારી આપી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, જો તે અફઘાનિસ્તાનમાં ઘૂસવાનો પ્રયાસ કરશે તો તેની ધરપકડ કરીને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. ટ્વિટર પર આ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરતા એલ્સાએ લખ્યું કે, હવે મને અફઘાનિસ્તાનથી પ્રતિબંધિત કરવામાં આવી છે. આ સાથે જ તેણે એક ઈશારો કરતા એવું પણ કહ્યું કે, આ તેને રોકી શકશે નહીં.

યાત્રા ચાલુ રાખશો કે નહીં?
વ્યક્તિએ પોતાના સંદેશમાં વધુમાં કહ્યું કે, જો તેની પાસે શક્તિ હોત તો તે એલ્સાને ઈંગ્લેન્ડમાંથી પણ પ્રતિબંધિત કરી દેત. તેમણે તેને ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ આતંકવાદી સુધી પણ કહી દીધી. જો કે, એ સ્પષ્ટ નથી કે, આ ચેતવણી છતાં એલ્સા તેની યાત્રા ચાલુ રાખશે કે નહીં. તેનો હેતુ દરેક દેશમાં તેની યાત્રાને યાદગાર બનાવવાનો છે અને આ માટે તેણે એક વેબસાઈટ પણ બનાવી છે જ્યાં તે તેની મુસાફરીનો રેકોર્ડ રાખે છે.

દુનિયાભરથી સમર્થન મળી રહ્યું?
એલ્સાનું કહેવું છે કે, કેટલાક દેશોમાં પ્રવેશ કરવો તેના માટે મુશ્કેલ હશે. કારણ કે ત્યાંના નિયમો ખૂબ કડક છે. પરંતુ તેમ છતાં તેને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. તેણે દાવો કર્યો કે, કેટલાક લોકોએ તેને ઉત્તર કોરિયામાં પણ મદદની ઓફર કરી છે. તેણીએ મજાકના અંદાજમાં કહ્યું કે, મને પહેલા જ ઘણા લોકો ઉત્તર કોરિયામાં મદદ કરવા માટે તૈયાર મળ્યા છે, પરંતુ હું આ વાતની પુષ્ટિ કરી શકતી નથી કે તેઓ ખરેખર ત્યાં છે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news