આ 4 દેશો પર તૂટ્યો ટ્રમ્પનો કહેર, 5,30,000 લોકોનું લીગલ સ્ટેટસ છીનવી લીધુ, અમેરિકા છોડવું પડશે!

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ પ્રશાસન સતત એક્શન મોડમાં છે. અમેરિકાએ 4 દેશોના લગભગ 5 લાખ જેટલા લોકોનો અસ્થાયી કાનૂની દરજ્જો રદ કરવાનો નિર્ણય લીધો છે. 24 એપ્રિલથી આ આદેશ લાગૂ થઈ જશે. 

આ 4 દેશો પર તૂટ્યો ટ્રમ્પનો કહેર, 5,30,000 લોકોનું લીગલ સ્ટેટસ છીનવી લીધુ, અમેરિકા છોડવું પડશે!

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે જાહેરાત કરી કે તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ક્યૂબાઈ, હૈતી, નિકારાગુઆ અને વેનેઝૂએલાના કાનૂની સંરક્ષણને રદ કરશે. આ નિર્ણયની અસર એ થશે કે કદાચ 530,000 લોકોએ લગભગ એક મહિનાની અંદર અમેરિકા છોડવી પડી શકે છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે પ્રવાસીઓ પર સતત પોતાની કાર્યવાહી તેજ કરી રહ્યા છે. આ ચાર દેશોના અપ્રવાસીઓ ઓક્ટોબર 2022માં ફાઈનાન્શિયલ સ્પોન્સર સાથે સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવ્યા હતા. તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની પરમિટ મળી હતી. હવે હોમલેન્ડ સુરક્ષા વિભાગે જાહેરાત કરી છે કે આવા લોકો 24 એપ્રિલના રોજ ફેડરલ રજિસ્ટરમાં નોટિસ પ્રકાશિત થયાના 30 દિવસ બાદ પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવશે. 

બે વર્ષની પેરોલ
આ પગલાના વ્યાપક અસર ગણવામાં આવી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના કાર્યકાળમાં આવા પ્રવાસીઓને બે વર્ષની પેરોલ અપાઈ હતી. જે હવે પ્રભાવી રીતે સમાપ્ત થઈ ગઈ છે. ચાર દેશોના નાગરોકને અમેરિકી સ્પોન્સરની સાથે હવાઈ માર્ગથી અમેરિકામાં પ્રવેશની મંજૂરી મળી હતી. 

માનવી પેરોલ સિસ્ટમ લાંબા સમયથી ચાલતી આવતી એક લીગલ સિસ્ટમ છે. જેનો ઉપયોગ રાષ્ટ્રપતિઓએ એવા દેશના લોકોને મંજૂરી આપવા માટે કર્યો છે જ્યાં યુદ્ધ કે રાજકીય અસ્થિરતા છે. આવામાં આ લોકો અમેરિકામાં પ્રવેશ કરી શકે છે. અને અસ્થાયી રીતે રહી શકે છે. ટ્રમ્પ પ્રશાસને આ સિસ્ટમમાં વ્યાપક દુરઉપયોગનો આરોપ લગાવતા તેને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. 

ન્યૂઝ એજન્સી મુજબ હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું કે અમેરિકામાં રહેવા માટે કાયદેસર આધાર વગર એટલે કે પેરોલ પર આવેલા લોકોએ પોતાની પેરોલ સમાપ્તિ તિથિ પહેલા અમેરિકા છોડી દેવું જોઈએ. ટ્રમ્પ પ્રશાસન દ્વારા પાંચ લાખ પ્રવસીઓનું લીગલ સ્ટેટસ રદ કરવાના નિર્ણયથી અનેક લોકોએ ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે. જો કે  હજુ એ સ્પષ્ટ નથી કે પેરોલ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં પ્રવેશ કરનારા કેટલા લોકોએ અત્યાર સુધી સુરક્ષા કે લીગલ સ્ટેટસના વિકલ્પ મેળવેલા છે. 

અત્રે જણાવવાનું કે 2022માં તત્કાલિન રાષ્ટ્રપતિ જો બાઈડેને વેનેઝૂએલાના લોકો માટે પેરોલ એન્ટ્રી પ્રોગ્રામ શરૂ કર્યો હતો. બાદમાં 2023માં તેનો વિસ્તાર કરાયો અને ક્યૂબા, હૈતી અને નિકારાગુઆના લોકોને સામેલ કરાયા હતા. સંયુક્ત રાજ્ય અમેરિકા અને આ ચાર દેશો વચ્ચે રાજનયિક અને રાજનીતિક સંબંધ તણાવપૂર્ણ બનેલા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news