7th Pay Commission: આગામી સપ્તાહે વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, જાણો કેટલો થશે ફાયદો
DA Hike: કેન્દ્ર સરકાર જલ્દી મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં વધારો કરી શકે છે. સરકારના નિર્ણયથી 1.2 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હોળી પહેલા તેની ઔપચારિક જાહેરાત થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ આગામી સપ્તાહે હોળીનો તહેવાર છે. આ પહેલા કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાની ભેટ આપી શકે છે. એટલે કે માર્ચ મહિનાના પગારમાં તેની ચુકવણી પણ થઈ જશે. આ સાથે કર્મચારીઓને એરિયર્સ પણ મળશે. સરકાર આગામી સપ્તાહે તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. સામાન્ય રીતે મોંઘવારી ભથ્થામાં એક વર્ષમાં બે વખત વધારો થાય છે.
આ વખતે કેટલો થશે વધારો?
ડિસેમ્બર 2024ના આંકડા અનુસાર સરકાર 3 ટકાનો વધારો કરી શકે છે, જેનાથી મોંઘવારી ભથ્થું અને DA 56% સુધી પહોંચી શકે છે. પરંતુ અંતિમ નિર્ણય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પર નિર્ભર કરશે.
DA કઈ રીતે નક્કી થાય છે?
મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) ના આધાર પર કરવામાં આવે છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે DA ની ફોર્મ્યુલા
DA (%) = [(છેલ્લા 12 મહિનાનો એવરેજ AICPI - 115.76) / 115.76] x 100
જાહેર ક્ષેત્રા કર્મચારીઓ માટે ડીએની ફોર્મ્યુલા
DA (%) = [(છેલ્લા 3 મહિનાનો એવરેજ AICPI - 126.33) / 126.33] x 100
છેલ્લે મોંઘવારી ભથ્થામાં કેટલો થયો હતો વધારો
માર્ચ 2024: સરકારે માર્ચ 2024માં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારી 50 ટકા કરી દીધુ હતું. આ જાહેરાત માર્ચ 7 માર્ચ 2024ના થઈ હતી, જેનાથી કર્મચારીઓને હોળી પહેલા રાહત મળી હતી.
ઓક્ટોબર 2024: સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો, જેથી મોંઘવારી ભથ્થું 53 ટકા પહોંચી ગયું હતું. આ રિવીઝન 1 જુલાઈ 2024થી લાગૂ થયું હતું.
આઠમું પગાર પંચ અને ભવિષ્યનો DA વધારો
વર્તમાનમાં આઠમાં પગાર પંચની ભલામણો વર્ષ 2026થી લાગૂ થવાની સંભાવના છે. આ દરમિયાન તે જોવામાં આવશે કે ડીએને બેસિક સેલેરીમાં મર્જ કરવામાં આવશે કે નહીં. આઠમાં પગાર પંચની ભલામણો નાણાકીય વર્ષ 2025-2026ના અંત સુધી નક્કી થઈ શકે છે અને તેને આગામી વર્ષે લાગૂ કરવામાં આવશે. સાતમાં પગાર પંચ હેઠળ 2025માં બે અને 2026માં એક ડીએ વધારાની આશા કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે