કોણ બનશે પાટીલના અનુગામી? જિલ્લા અને શહેર પ્રમુખ બાદ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ પર સૌની નજર...
ધુળેટી બાદ ગુજરાત ભાજપના અધ્યક્ષની થશે જાહેરાત..જિલ્લા અને શહેર પ્રમુખ બાદ રાજ્યના અધ્યક્ષની થશે ઘોષણા..સી. આર. પાટીલના અનુગામી કોણ બનશે તેના પર સૌની નજર...
Trending Photos
Gujarat BJP: ગુજરાત ભાજપે આજે પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, આજે પ્રદેશમાં નવા પ્રમુખોની જાહેરાત કરી છે. ગુજરાત ભાજપે સંગઠનના પ્રમુખોના નામની જાહેરાત કરી છે, જેમાં અત્યાર સુધીમાં 6 જિલ્લા પ્રમુખો રિપીટ કરાયા છે અને પાંચ જિલ્લામાં નવા પ્રમુખો મુકવામાં આવ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં ભવ્ય જીત થઇ હતી. ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ભાજપે 580 મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ કરી દીધી છે.
બીજી બાજુ કોણ બનશે પાટીલના અનુગામી? આ સવાલનો જવાબ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ધુળેટી બાદ ગુજરાત ભાજપના અધ્યક્ષની જાહેરાત થશે. જી હા...જિલ્લા અને શહેર પ્રમુખ બાદ રાજ્યના અધ્યક્ષની ઘોષણા થશે. સી. આર. પાટીલના અનુગામી કોણ બનશે તેના પર સૌની નજર મંડરાયેલી છે.
નવા પ્રદેશ પ્રમુખનું નામ પણ થશે જાહેર
ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે. પીએમ મોદી આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે આજે જિલ્લા વાઇઝ ઇન્ચાર્જ વિવિધ જિલ્લામાં મંડળ પ્રમુખોની સો ટકા હાજરીમાં તેમજ રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના મોરચાના પદાધિકારીઓની હાજરીમાં તદુપરાંત રાષ્ટ્રીય અને પ્રદેશ શેલના સંયોજકો સહ સંયોજકો અને જિલ્લા મહાનગરપાલિકાના પદ અધિકારીઓ પ્રભારીઓની હાજરીમાં બેઠકો યોજવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે