ઓપન થતાં પહેલા ₹176 ના ફાયદાનો સંકેત, 29 જુલાઈએ ખુલશે IPO, ચેક કરો વિગત

આદિત્ય ઇન્ફોટેકનો IPO 29 જુલાઈથી રોકાણ માટે ખુલશે અને 31 જુલાઈ સુધી તેમાં પૈસા રોકાણ કરી શકાશે. આ માટે પ્રાઇસ બેન્ડ 640-675 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આદિત્ય ઇન્ફોટેકનો IPO 500 કરોડ રૂપિયાના નવા શેર અને 800 કરોડ રૂપિયાના વેચાણ ઓફર (OFS)નું સંયોજન છે.

 ઓપન થતાં પહેલા ₹176 ના ફાયદાનો સંકેત, 29 જુલાઈએ ખુલશે  IPO, ચેક કરો વિગત

Aditya Infotech IPO: જો તમે કોઈ આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. આવનારા દિવસોમાં ઘણા આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યાં છે. તેમાંથી એક આદિત્ય ઇન્ફોટેકનો આઈપીઓ પણ છે. આદિત્ય ઇન્ફોટેકનો આઈપીઓ રોકાણ માટે 29 જુલાઈથી ઓપન થશે અને 31 જુલાઈ સુધી દાવ લગાવી શકાય છે. તે માટે પ્રાઇઝ બેન્ડ 640-675 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આદિત્ય ઇન્ફોટેક આઈપીઓ 500 કરોડ રૂપિયાના નવા શેર અને 800 કરોડ રૂપિયાના વેચાણની રજૂઆત (OFS) નું સંયોજન છે.

1300 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય
મહત્વનું છે કે સીપી પ્લસ બ્રાન્ડ હેઠળ વીડિયો સુરક્ષા અને સર્વેલાન્સ પ્રોડક્ટ રજૂ કરનારી કંપની આદિત્ય ઇન્ફોટેકનું લક્ષ્ય આઈપીઓ દ્વારા 1300 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે. નવા ઇશ્યુથી હાસિલ રકમમાં 375 કરોડ રૂપિયાનો ઉપયોગ લોન ચુકવવા અને બાકીનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ આ ઈશ્યુના મેનેજર છે.

શું ચાલી રહ્યો છે GMP?
આદિત્ય ઇન્ફોટેકના શેર 5 ઓગસ્ટે બજારમાં લિસ્ટ થઈ શકે છે. investorgain.com પ્રમાણે કંપનીના શેર ગ્રે માર્કેટમાં 176 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે આ શેર 851 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને 26 ટકાનો ફાયદો થઈ શકે છે.

કંપનીનો કારોબાર
આદિત્ય ઇન્ફોટેક 'CP Plus' બ્રાન્ડ હેઠળ અત્યાધુનિક વિડિઓ સુરક્ષા અને દેખરેખ ઉકેલોનો અગ્રણી સપ્લાયર છે, જે વાણિજ્યિક અને ગ્રાહક બજારો બંનેને સેવા આપે છે. કંપની ડાયરેક્ટ સેલ્સ અને વ્યાપક વિતરણ નેટવર્ક દ્વારા સંકલિત સુરક્ષા ઓફરિંગ અને સુરક્ષા-સેવાઓ પણ પૂરી પાડે છે. કંપની સ્માર્ટ હોમ IoT કેમેરા, HD એનાલોગ સિસ્ટમ્સ, અત્યાધુનિક નેટવર્ક કેમેરા, બોડી-વોર્ન અને થર્મલ ઇમેજિંગ કેમેરા, તેમજ લાંબા અંતરના IR કેમેરા અને AI-સંચાલિત ઉકેલો (જેમ કે ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ, લોકોની ગણતરી અને હીટ મેપિંગ) સહિત વિવિધ ઉત્પાદનો પ્રદાન કરે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news