1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Dividend Stock: શેર બજારમાં આગામી સપ્તાહે જે કંપનીઓ એક્સ-ડિવિડન્ડ સ્ટોક ટ્રેડ કરશે તેમાં ધ યમુના સિન્ડિકેટ લિમિટેડ (The Yamuna Syndicate Limited) પણ એક છે. કંપનીએ એક શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
Stock Market News: શેર બજારમાં ઘણી કંપનીઓ આગામી સપ્તાહે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરવાની છે. આ કંપનીઓમાં એક ધ યમુના સિન્ડિકેટ લિમિટેડ છે. આ કંપનીના ઈન્વેસ્ટરોને મોટો ફાયદો મળવાનો છે. જાણો કંપની કેટલું ડિવિડન્ડ આપશે અને રેકોર્ડ ડેટ શું છે.
દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો
એક્સચેન્જને આપેલી જાણકારીમાં ધ યમુના સિન્ડિકેટ લિમિટેડે જણાવ્યું કે દરેક શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. આ ડિવિડન્ડ માટે કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત કરી દીધી છે. કંપની તરફથી નક્કી તારીખ 28 જુલાઈ 2025 છે. એટલે કે જે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં આ દિવસે રહેશે તેને એક શેર પર 500 રૂપિયાનો ફાયદો થશે.
આ પહેલા કંપની 2014મા એક્સ-ડિવિડન્ડ ટ્રેડ થઈ હતી. ત્યારે કંપનીએ એક શેર પર 400 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. 2023મા કંપનીએ એક શેર પર 325 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. 2022મા કંપનીએ 200 રૂપિયા અને 2021મા કંપનીએ એક શેર પર 40 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
શેર બજારમાં કેવું રહ્યું છે પ્રદર્શન
શુક્રવારે ધ યમુના સિન્ડિકેટના શેર 4 ટકાથી વધુની તેજી સાથે બીએસઈમાં 39999 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો. છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 8 ટકાની તેજી જોવા મળી છે. પરંતુ એક વર્ષમાં કંપનીનો શેર 22 ટકા તૂટી ગયો છે. મહત્વનું છે કે કંપનીનો 52 વીક હાઈ 58280 રૂપિયા અને 52 વીક લો લેવલ 26711 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1229.43 કરોડ રૂપિયા છે.
2 વર્ષમાં યમુના સિન્ડિકેટ લિમિટેડના શેરની કિંમતમાં 198 ટકાનો વધારો
2 વર્ષમાં યમુના સિન્ડિકેટ લિમિટેડના શેરની કિંમતમાં 198 ટકાની તેજી આવી છે. તો 5 વર્ષમાં આ સ્ટોક 387 ટકાનું રિટર્ન આપવામાં સફળ રહ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે