1 શેર પર 4 બોનસ શેર આપી રહી છે આ દિગ્ગજ કંપની, રેકોર્ડ ડેટ નજીક, જાણો વિગત

Bajaj Finance Ltd Share: બજાજ ફાઈનાન્સ લિમિટેડના શેરનું વિભાજન બે ટૂકડામાં થઈ રહ્યું છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ આ વિભાજન બાદ ઘટીને 1 રૂપિયા પ્રતિ શેર થઈ જશે. તો કંપનીએ જણાવ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 4 શેર યોગ્ય ઈન્વેસ્ટરોને બોનસ આપવામાં આવશે.

1 શેર પર 4 બોનસ શેર આપી રહી છે આ દિગ્ગજ કંપની, રેકોર્ડ ડેટ નજીક, જાણો વિગત

Bonus Share: સોમવારે જે કંપનીઓના શેર પર બધાની નજર રહેશે તેમાં બજાજ ફાઈનાન્સ લિમિટેડ પણ એક છે. કંપનીના શેરનું વિભાજન થઈ રહ્યું છે. સાથે કંપની એક શેર પર ચાર બોનસ શેર આપી રહી છે. તે માટે રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે છે. મહત્વનું છે કે શુક્રવારે બજાજ ફાઈનાન્સ લિમિટેડના શેર બીએસઈમાં 0.32 ટકાના ઘટાડા સાથે 9334.15 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા.

2 ટૂકડામાં સ્ટોક થશે સ્પ્લિટ
બજાજ ફાઈનાન્સ લિમિટેડના શેરનું વિભાજન બે ટૂકડામાં થઈ રહ્યું છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ આ વિભાજન બાદ ઘટી 1 રૂપિયા પ્રતિ શેર થઈ જશે. કંપનીએ જણાવ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 4 બોનસ શેર યોગ્ય ઈન્વેસ્ટરોને આપવામાં આવશે. સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર માટે બજાજ ફાઈનાન્સ લિમિટેડે 16 જૂન 2025, સોમવારને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. એટલે કે આ દિવસે જેની પાસે શેર રહેશે તેને બોનસ શેર અને શેર સ્પ્લિટનો ફાયદો મળશે.

બીજીવાર એક્સ-બોનસ ટ્રેડ કરશે કંપની
આ બીજીવખત છે જ્યારે કંપની શેર બજારમાં એક્સ-બોનસ શેર ટ્રેડ કરશે. કંપનીએ આ પહેલા 2016મા એક્સ બોનસ ટ્રેડ થઈ હતી. ત્યારે કંપનીએ દર એક શેર પર એક શેર ફ્રી આપ્યો હતો. આ વર્ષે 30 મેએ કંપની એક્સ-ડિવિડન્ડ ટ્રેડ થઈ હતી. ત્યારે યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 44 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 2016મા પણ બજાજ ફાઈનાન્સના શેર સ્પ્લિટ થયા હતા. કંપનીએ પોતાના શેરને પાંચ ભાગમાં સ્પ્લિટ કર્યા હતા. ત્યારબાદ તેની ફેસ વેલ્યુ ઘટીને 2 રૂપિયા પ્રતિ શેર રહી ગઈ હતી. 

છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરની કિંમતોમાં 28 ટકાની તેજી જોવા મળી છે. મહત્વનું છે કે કંપનીનો 52 વીક હાઈ 9785.90 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 6426.05 રૂપિયા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news