World Blood Donor Day: રક્તદાન બીજા માટે જ નહીં આપણા શરીર માટે પણ ફાયદાકારક, જાણો રક્તદાન કરવાથી થતા લાભ
World Blood Donor Day: રક્તદાન કરવાથી જરૂરીયાતમંદોને જીવન મળે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે રક્ત ડોનેટ કરનારને પણ આ કામ કરવાથી લાભ થાય છે. આજે તમને રક્તદાન કરવાના લાભ વિશે જણાવીએ.
Trending Photos
World Blood Donor Day: દર વર્ષે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ એ હોય છે કે રક્તદાન કરનાર લોકોનો આભાર વ્યક્ત કરી શકાય. સામાન્ય રીતે રક્તદાન કરવું એ બીજાના જીવનને બચાવનાર કામ છે એવું માનવામાં આવે છે. પરંતુ રક્તદાન કરવાથી બ્લડ ડોનરને પણ ઘણા લાભ થાય છે.
રક્તદાન કરવાથી જરૂરીયાતમંદનું જીવન તો બચે જ છે પરંતુ સાથે જ બ્લડ ડોનરનું શરીર પણ હેલ્ધી અને એક્ટિવ રહે છે. આજે તમને જણાવીએ બ્લડ ડોનેટ કરવાથી ડોનરને કયા કયા લાભ થાય છે.
બ્લડ ડોનેટ કરવાથી થતા લાભ
1. રક્તદાન કરવાથી શરીરમાં આયરનની માત્રા કંટ્રોલમાં રહે છે. વધારે આયરન હાર્ટની બીમારીનું કારણ બની શકે છે. જે વ્યક્તિ સમયાંતરે રક્તદાન કરે છે તેને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. કારણ કે હાર્ટ હેલ્ધી રહે છે.
2. રક્તદાન કર્યા પછી શરીરમાં નવા બ્લડ સેલ્સ બને છે. આ પ્રક્રિયા શરીરને એનર્જેટિક બનાવે છે અને શરીરમાં બ્લડ સર્કુલેશન સુધરે છે.
3. શરીરમાં આયરન વધી જાય તો લિવરને પણ નુકસાન થઈ શકે છે. રક્તદાન કરવાથી લિવર પર પણ પ્રેશર ઓછું થાય છે અને લિવર સારી રીતે કામ કરે છે.
4. રક્તદાન કરવાથી માનસિક સંતોષ અને આત્મસંતુષ્ટિ મળે છે. તેના કારણે સ્ટ્રેસ ઓછો થાય છે અને મેંટલ હેલ્થ સુધરે છે.
5. રક્તદાન પહેલા બ્લડ પ્રેશર, હીમોગ્લોબિન, પલ્સ અને અન્ય જરૂરી પેરામીટર્સ ચેક કરવામાં આવે છે. જેનાથી શરીરમાં જો કોઈ બીમારી છુપાઈ હોય તો તેની ખબર સમયસર પડી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે