સરકારની ચેતવણી! આ નંબરથી ફોન આવે તો ધ્યાન રાખજો, એક ઝટકામાં બેંક એકાઉન્ટ સાફ થઈ જશે

Fake Calls: આજના ઓનલાઈન જમાનામાં લોકો સાથે વિવિધ પ્રકારે સ્કેમ કરવામાં આવી રહ્યાં છે. ફ્રોડ કોલ અને મેસેજ દ્વારા બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. તેવામાં તમારે ફ્રોડથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.

સરકારની ચેતવણી! આ નંબરથી ફોન આવે તો ધ્યાન રાખજો, એક ઝટકામાં બેંક એકાઉન્ટ સાફ થઈ જશે

Fake Calls: નકલી કોલ્સ અને મેસેજના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે TRAI એ એક નવી નીતિ લાગુ કરી હતી જેના હેઠળ આવા કોલ્સ અને SMS નેટવર્ક સ્તરે જ બ્લોક કરવામાં આવે છે. ઘણી ટેલિકોમ કંપનીઓ હવે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા છેતરપિંડી કોલ્સ અને મેસેજને બ્લોક કરી રહી છે. એરટેલના તાજેતરના ડેટા દર્શાવે છે કે દર મહિને લાખો નકલી કોલ્સ બ્લોક થઈ રહ્યા છે.

પરંતુ સરકારની સાવચેતી છતાં સાઇબર ગુનેગાર નવી-નવી તકનીકથી લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હવે આ ઠગ ઈન્ટરનેટ દ્વારા થતાં VoIP (વોયસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ) કોલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે, જેનાથી તેના લોકેશન અને ઓળખની જાણકારી મેળવવી મુશ્કેલ થઈ જાય છે.

VoIP કોલ સાથે જોડાયેલો મોટો ખતરો
થાઈલેન્ડની દૂરસંચાર સંસ્થા NBTC પ્રમાણે VoIP કોલ હંમેશા +697 કે +698 થી શરૂ થાય છે. આ કોલને ટ્રેક કરવા મુશ્કેલ હોય છે અને આ કારણ છે કે સાઇબર ગુનેગાર તેનો પ્રાથમિકતાથી ઉપયોગ કરે છે. એટલું જ નહીં ઠગ VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) નો પણ ઉપયોગ કરે છે, જેથી અસલી ઓળખ છુપાવી શકાય. જો તમને કોઈ આંતરરાષ્ટ્રીય નંબરથી કોલ આવે ખાસ કરી +697 કે +698 થી શરૂ થાય તો તેને નજરઅંદાજ કરવો જોઈએ. આ કોલ મોટા ભાગે ઓનલાઈન સ્કેમ કે પ્રમોશનલ સ્કેમ માટે કરવામાં આવે છે. તમે આવા નંબરને સીધો બ્લોક કરી શકો છો.

જો ભૂલમાં પણ ફોન રિસીવ થઈ જાય તો તમારી અંગત જાણકારી શેર ન કરો. આ લોકો ખુદને સરકારી અધિકારી, બેંક કર્મચારી કે કોઈ અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિ ગણાવી તમને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી શકે છે. તેવામાં તમે સાવચેતી નહીં રાખો તો તમને મોટું નુકસાન થઈ શકે છે.

'ચક્ષુ' પોર્ટલ પર રિપોર્ટ કરો
સરકારે ફેક કોલ્સ અને મેસેજની ફરિયાદ માટે ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે, જે સંચાર સાથી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ સિવાય એક મોબાઇલ એપ પણ ઉપલબ્ધ છે, જેમાં તમે છેતરપિંડી કોલ્સ અને મેસેજનો રિપોર્ટ સરળતાથી કરી શકો છો. રિપોર્ટ કરવા માટે તમે ચક્ષુ પોર્ટલ ઓપન કરો, સંબંધિત કોલ કે મેસેજની જાણકારી આપો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news