Gold Rate Today: એક્સપર્ટ્સની ડરામણી આગાહી વચ્ચે રેકોર્ડ હાઈ પર પહોંચ્યો સોનાનો ભાવ, જાણો 1 તોલા સોનાનો રેટ
Gold Price In Ahmedabad: કિમતી ધાતુ સોનામાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ એક લાખ પાર પહોંચી ગયો છે. એક્સપર્ટ્સ હજુ પણ ભાવમાં જોરદાર વધારાની આગાહી કરી રહ્યા છે. જાણો આજના સોના અને ચાંદીના વાયદા બજાર અને ઘરેલુ બજારના ભાવ.
Trending Photos
સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. વાયદા બજાર MCX પર સોનું 74 રૂપિયા ઉછળીને 100350 ના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે. જે તેજીથી સોનું એક લાખ પાર જળવાઈ રહ્યું છે. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દીના અહેવાલ મુજબ કેટલાક એક્સપર્ટ્સ એવું માની રહ્યા છે કે તે જલદી સવા લાખનો જાદુઈ આંકડો સ્પર્શી શકે છે. ચાંદીની વાત કરીએ તો તે 86 રૂપિયાના ઘટાડા સાથે 106407 પર જળવાઈ છે.
વૈશ્વિક બજારમાં સ્થિતિ
વૈશ્વિક બજારમાં સોનું 2 મહિનાના ઉચ્ચ સ્તરે 3460 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલ પણ 1 ટકો વધીને 75 ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે.
ઘરેલુ બજારમાં સોના ચાંદીના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 156 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 99,214 રૂપિયા પર પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 99058 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદી 323 રૂપિયા ઉછળી છે અને 1,06,490 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. જે લાસ્ટ સેશનમાં 1,06,167 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે