Om Chanting: ॐ નું ઉચ્ચારણ કરવાથી શરીર અને મનને થતા લાભ વિશે જાણો
Om Chanting Benefits: જો કોઈ વ્યક્તિ રોજ 5 મિનિટ માટે ઓમ નો જાપ કરે છે તો તેની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બુસ્ટ થાય છે. આજે તમને ઓમ નો જાપ કરવાથી કેવા લાભ થાય છે તે જણાવીએ.
Trending Photos
Om Chanting Benefits: હિન્દુ ધર્મમાં ઓમનો જાપ આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ખાસ ગણવામાં આવે છે. ઓમ નું ઉચ્ચારણ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ પોઝિટિવ અસર થાય છે. ઓમ નું ઉચ્ચારણ કરવાથી સ્ટ્રેસ દૂર થઈ શકે છે અને હાર્ટ તેમજ ફેફસા અને મગજ પણ સ્વસ્થ રહે છે. કેટલાક વૈજ્ઞાનિક સંશોધનો આ વાતની પુષ્ટિ પણ કરે છે.
ઓમ ને જાગૃતિનો અવાજ અથવા તો પ્રથમ ધ્વનિ પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે બ્રહ્માંડમાં ભૌતિક નિર્માણ અસ્તિત્વમાં આવ્યું તે પહેલા ઓમનો અવાજ વિદ્યમાન હતો. તેને બ્રહ્માંડનો અવાજ પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ઓમકારમાં બ્રહ્માંડનો સાર છે.
અમેરિકાની નેશનલ લાઇબ્રેરી ઓફ સાયન્સમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર ઓમ નો જાપ ધ્યાનનો પ્રભાવિત રસ્તો છે. જે શરીરની સ્વાયત તંત્રિકા તંત્ર કર પોઝિટિવ અસર કરે છે. આ સંશોધનમાં 19 યોગ કરવાવાળા લોકો અને 17 યોગ ન કરવાવાળા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને સમૂહને 5 મિનિટ માટે ઓમનો જાપ કરવાનું કહેવામાં આવ્યું અને તેમની હૃદયની ગતિમાં આવતી પરિવર્તનશીલતાને માપવામાં આવી.
આ સંશોધન પરથી સામે આવ્યું કે ઓમનો જાપ કરવાથી શરીર કેટલું સંતુલિત અને તણાવ મુક્ત રહે છે. અધ્યયનથી એ સમજવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો કે ઓમ નો જાપ કરવાથી યોગ કરનારા અને યોગ ન કરનારા લોકો પર અલગ અલગ અસર કેવી રીતે જોવા મળે છે. અધ્યયનનું પરિણામ સકારાત્મક જોવા મળ્યું.
અધ્યયન અનુસાર ઓમનો જાપ કરવાથી શરીરમાં કંપન ઊભું થાય છે અને તે શરીરના ચક્રો અને શરીરના ન્યુરોનસને એક્ટિવ કરે છે. જેના કારણે શાંતિ, સ્થિરતા અને એકાગ્રતા વધે છે. સ્વાસ્થ્યને લઈને જાગૃત અભિનેત્રી ભાગ્યશ્રીએ પણ ઓમ ના ફાયદા વિશે એ પોસ્ટ શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે સવારે ઊંડા શ્વાસ લેતા અને છોડતા ઓમ નો જાપ કરવાથી હાર્ટ અને ફેફસા સ્વસ્થ રહે છે. ઓમ નો જાપ કરવાથી તણાવ ઓછો થાય છે અને નર્વસ સિસ્ટમને ફાયદો થાય છે. એટલે કે ઓમનો જાપ કરવાથી શરીર જાગૃત થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે