Gold Rate Prediction: ચરમ પર ભાવ! સોનાના રેટમાં 15 ટકાનો થઈ જશે ઘટાડો, શું કહે છે આ પૂર્વાનુમાન ખાસ જાણો
Gold Rate Predictions: ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડે એક પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જેમાં સંકેત અપાયો છે કે સોનાના ભાવ કદાચ ચરમ પર પહોંચી ગયા છે અને આવનારા બે મહિનામાં ડોલરની રીતે તેમાં 12-15% નો સુધારો થઈ શકે છે.
Trending Photos
સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયમાં શાનદાર તેજી જોવા મળી છે. જેના કારણે સોનું 97000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ પહોંચી ચૂક્યું છે. ઈન્ડિયા બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 96967 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 88817 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ બધા વચ્ચે ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડે અનુમાન કર્યું છે કે સોનું પોતાના ચરમ પર પહોંચી ચૂક્યુ છે અને ત્યાંથી હવે ઘટાડો થવા લાગશે.
સોનાના ભાવ અંગે ભવિષ્યવાણી
ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડે એક પૂર્વાનુમાન જાહેર કર્યું છે જેમાં સંકેત આપવામાં આવ્યો છે કે સોનાના ભાવ કદાચ પોતાના ચરમ સીમાએ પહોંચી ગયા છે અને આવનારા બે મહિનામાં ડોલરની રીતે તેમાં 12-15% નો સુધારો જોવા મળી શકે છે. ત્યારે ખરીદી કરી શકાશે અને રોકાણની રીતે પણ કેટલાક વધુ ગોલ્ડ પોર્ટફોલિયો રાખી શકાય છે. આ શોર્ટ ટર્મ દ્રષ્ટિકોણ છતાં ફંડ ગોલ્ડ માટે મિડ અને લોંગટર્મ સંભાવનાઓ વિશે આશાવાદી જણાય છે. સૂચન આપ્યું કે અત્યારે પણ આ રોકાણ પોર્ટફોલિયોનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોવો જોઈએ.
આ ઉપરાંત ફંડને આશા છે કે જૂનમાં ક્રૂડ ઓઈલ માટે તેજીનો મહિનો રહી શકે છે. જેમાં 10-12%ની સંભાવના વધશે, ખાસ કરીને ઉભરતા બજારોમાં જોખમમુક્ત ચીજો ઉભરે તો. ફંડના વિશ્લેષણથી જાણવા મળે છે કે ગ્લોબલ ઈક્વિટી માર્કેટ હાલમાં જ તૂટ્યું છે અને મધ્યમ સમયગાળામાં પણ વૈશ્વિક અને અમેરિકી ઈક્વિટી માટે પડકાર બનેલા છે. પરંતુ ગ્લોબલ સ્તર પર લિક્વિડિટી મજબૂત છે. જાન્યુઆરીમાં મહદઅંશે સુધાર થયા બાદ DXY ઈન્ડેક્સ સ્થિર થતો જોવા મળી રહ્યો છે. જેમાં સંભવિત રેલી બેકી આશા છે.
ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડ PSU, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોટલ અને હોસ્પિટાલિટી, ફાર્માસ્યુટિકલ્સ, મટિરિયલ્સ, રિટેલ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં જેવા ક્ષેત્રોમાં મર્યાદીત ખરીદીની તકો મળી શકે છે. ફંડના પ્રેડિક્ટિવ એનાલિટિક્સ મોડલ ભારતીય ઈક્વિટીમાં સુધારાત્મક તબક્કાના સમાપનની ભવિષ્યવાણી કરી રહ્યા છે અને તેજીનું અનુમાન લગાવી રહ્યા છે. ડોલર ઈન્ડેક્સ પણ સ્થિર થઈ શકે છે. આવામાં સોનાના ભાવમાં કડાકાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
(Disclaimer: અહીં અપાયેલી મીડિયા રિપોર્ટ અને એક્સપર્ટના મતની જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે