બંને ઇનિંગ્સમાં RCB માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ આ ઓવર...18 વર્ષ પછી પણ પંજાબ કિંગ્સ ખાલી હાથ
IPL 2025 Final RCB vs PBKS : બોલિંગ અને બેટિંગ બંનેમાં પંજાબ કિંગ્સ માટે એક ઓવર ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આરસીબીએ બેટિંગ અને બોલિંગ બંનેમાં તે ઓવરનો ફાયદો ઉઠાવ્યો અને આઈપીએલનો ખિતાબ જીતીને જીતની નવી કહાની લખી.
Trending Photos
IPL 2025 Final RCB vs PBKS : IPL 2025ની ફાઇનલ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી. જોકે, પરિણામ છેલ્લી ઓવરના બીજા બોલ પર જ નક્કી થઈ ગયું હતું, કારણ કે છેલ્લા 4 બોલમાં 29 રનની જરૂર હતી. 4 કાયદેસર બોલમાં આટલા રન બનાવા અશક્ય છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે મેચનું પરિણામ છેલ્લી ઓવરમાં નક્કી થયું, પરંતુ હકીકતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી ટાઇટલ મેચમાં બંને ઇનિંગ્સમાં આ એક ઓવરે મેચનું ચિત્ર અને ટીમોનું ભાગ્ય બદલી નાખ્યું.
બંને ઇનિંગ્સમાં આ ઓવર ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ
RCB અને પંજાબ કિંગ્સની ઇનિંગ્સની 17મી ઓવર મેચના પરિણામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, જે બંને ઇનિંગ્સમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. 17મી ઓવર બેટિંગમાં પણ RCBના નામે હતી અને બોલિંગની વાત આવે તો RCBએ 17મી ઓવરમાં જ મેચને પોતાની તરફ ખેંચી લીધી હતી અને પછી જીતની એક નવી કહાની લખી. RCBએ 17મી ઓવરમાં બેટિંગ કરતી વખતે 23 રન બનાવ્યા અને બોલિંગ કરતી વખતે માત્ર 8 રન આપ્યા અને બે વિકેટ લીધી.
જ્યારે RCB ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે કાયલ જેમિસને પંજાબ કિંગ્સ માટે 17મી ઓવર ફેંકી. જીતેશ શર્માએ તેના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો. આગળનો બોલ વાઈડ હતો. જીતેશે બીજા બોલ પર ફરીથી છગ્ગો ફટકાર્યો. તેણે આગલા બોલ પર એક રન લીધો. ત્યાર પછીનો બોલ ફરીથી વાઈડ હતો. ચોથા બોલ પર લિયામ લિવિંગસ્ટોન છગ્ગો ફટકાર્યો. ફરી વાઈડ બોલ આવ્યો. ત્યાર બાદ આગલા બોલ પર લિવિંગસ્ટોન આઉટ થયો, પરંતુ ત્યાં સુધીમાં ઓવરમાં 22 રન આવી ગયા હતા. રોમારિયો શેફર્ડે છેલ્લા બોલ પર એક રન લીધો. આ રીતે 17મી ઓવરમાં 23 રન આવ્યા.
જ્યારે RCB ટીમ બોલિંગ કરી રહી હતી, ત્યારે 17મી ઓવર ભુવનેશ્વર કુમારે પંજાબ કિંગ્સ સામે ફેંકી હતી. પંજાબે 16મી ઓવરમાં 8 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, એવું લાગતું હતું કે જો 17મી ઓવરમાં વધુ રન આવ્યા હોત, તો મેચ વધુ રોમાંચક બની હોત. જો કે આવું ન થયું. આ ઓવરમાં નેહલ વાઢેરા પહેલા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહીં. તે બીજા બોલ પર આઉટ થયો. માર્કસ સ્ટોઇનિસ ત્રીજા બોલનો સામનો કરવા ક્રીઝ પર આવ્યો અને સિક્સર ફટકારી. જોકે, તે બીજા બોલ પર આઉટ થયો. છેલ્લા બે બોલમાં 2 રન બન્યા. આ રીતે, આ ઓવરમાં ફક્ત 8 રન બન્યા અને બે મોટી વિકેટ પડી, જેના કારણે મેચનું પરિણામ બદલાઈ ગયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે