Gold Rate Today: આજે પણ ઘટી ગયા સોનાના ભાવ, અમદાવાદ-રાજકોટમાં શું છે 10 ગ્રામ સોનાનો રેટ? ફટાફટ ચેક કરો આજનો ભાવ
Gold Rate In Ahmedabad: કિમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત ભાવમાં ઉતાર ચડાવથી સોનું ચાંદી લેવાનું વિચારી રહેલા લોકો પણ અસમંજસમાં છે. કે ખરીદવું કે નહીં. આજે ભાવમાં શું ફેરફાર છે તે જાણવા ચેક કરો લેટેસ્ટ રેટ.
Trending Photos
સોનાના ભાવમાં સતત બીજી દિવસે કડાકો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું જબરદસ્ત તૂટ્યું. ચાંદીના પણ તે હાલ છે. જો કે આઈબીજેએના રેટ્સ જોઈએ તો તેમાં વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં શું હાલ છે તે પણ ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર આજે સોનું 843 રૂપિયા તૂટીને 96330 પર ટ્રેડ થતું જોવા મળ્યું. આ જ હાલ ચાંદીના છે. ચાંદી 455 રૂપિયા તૂટીને 106632 પર ટ્રેડ થઈ રહી છે. સોનામાં જે કડાકો જોવા મળ્યો તેના કારણે રિટેલ બજારમાં પણ કડાકો જોવા મળ્યો.
આઈબીજેએના આજના રેટ્સ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 142 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 96,006 પર પહોંચ્યો છે જે કાલે 95,864 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 897 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ આજે 106457 રૂપિયા પર પહોંચી ગયો છે. જે કાલે 105560 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/KOKiNIu74q
— IBJA (@IBJA1919) June 10, 2025
કેરેટ ભાવ (1 ગ્રામ)
24 KT(999) 9,601
22 KT 9,370
20 KT 8,545
18 KT 7,776
14 KT 6,192
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/BL5lVhS2Hi
— IBJA (@IBJA1919) June 10, 2025
વૈશ્વિક બજારમાં ભાવ
વૈશ્વિક બજારમાં સોનું 3350 ડોલર પ્રતિ ઔંસ નીચે સપાટ રહ્યું જ્યારે ચાંદી 14 વર્ષની ઊંચાઈ 37 ડોલર નજીક પહોંચી. કોમોડિટી બજારની વાત કરીએ તો ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી. પહેલીવાર લગભગ બે મહિના પછી બ્રેન્ડ ક્રૂડ ઓઈલ 67 ડોલર પ્રતિ બેરલ પાર બંધ થયું.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે