Gold Rate Today: આજે ફરી સોનું થયું ધડામ, ચાંદીની ચમક પણ ફીક્કી પડી, સોનાના કેરેટ પ્રમાણે લેટેસ્ટ ભાવ ખાસ જાણો

Gold Rate In Ahmedabad: સોનામાં અઠવાડિયાના પહેલા દિવસે સારો એવો કડાકો જોવા મળ્યો હતો ત્યારેબાદ ભાવ ઉચકાયા અને વળી પાછો હવે કડાકો જોવા મળ્યો છે. જો તમે સોનું ચાંદી લેવાનું પ્લાન કરતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

Gold Rate Today: આજે ફરી સોનું થયું ધડામ, ચાંદીની ચમક પણ ફીક્કી પડી, સોનાના કેરેટ પ્રમાણે લેટેસ્ટ ભાવ ખાસ જાણો

સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં ભાવ વધ્યા છે જ્યારે આઈબીજેએ રેટ્સ જોઈએ તો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના શું હાલ છે તે પણ ખાસ જાણો. 

વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર (MCX) પર સોનામાં પ્રતિ 10 ગ્રામ 306 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 97208 પર પહોંચ્યો. જ્યારે ચાંદીમાં 93 રૂપિયા વધીને 106842 પર ટ્રેડ થતું જોવા મળ્યું. 

શરાફા બજારમાં આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 304 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ આજે 96,055 રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે વધારા સાથે 96,359 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદી 806 રૂપિયા ગગડીને 1,06,194 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો જે કાલે 1,07,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) June 11, 2025

કેરેટ              ભાવ (1 ગ્રામ)

24 KT(999)      9,606
22 KT              9,375
20 KT              8,549
18 KT              7,780
14 KT              6,196

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/j6rKWVa1KC

— IBJA (@IBJA1919) June 11, 2025

વૈશ્વિક બજારમાં ભાવ
કોમોડિટીટ બજારમાં ચાંદીની પાંચ દિવસની તેજ રફતારને બ્રેક મળ્યો અને ભાવ 37 ડોલર નીચે આવી ગયા. સોનું પણ 3,340 ડોલર પર સુસ્ત જોવા મળ્યું. ભારતમાં આજે સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો. શરાફા બજારમાં ભાવ ગગડી ગયા જો કે વાયદા બજારમાં વધેલા જોવા મળ્યા. ક્રૂડ ઓઈલની વાત કરીએ તો કિંમતો પર દબાણ જોવા મળ્યું અને તે 67 ડોલર પ્રતિ બેરલ નીચે ગયું. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news