કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે થઈ શકે છે DA વધારાની જાહેરાત, જાણો લેટેસ્ટ અપડેટ

DA Hike Update: 31મી ડિસેમ્બર, 2025ના રોજ 7મા પગાર પંચની મુદત પૂરી થઈ રહી છે, ત્યારે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચને લઈને ઉત્સુકતા વધી રહી છે. 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરો સારા પગારની અપેક્ષા રાખી રહ્યા છે.
 

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે થઈ શકે છે DA વધારાની જાહેરાત, જાણો લેટેસ્ટ અપડેટ

DA Hike Update: લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ જે 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આઠમા પગાર પંચની સત્તાવાર જાહેરાત જાન્યુઆરી 2024 માં કરવામાં આવી હતી, જોકે તેના અધ્યક્ષની નિમણૂક હજુ બાકી છે. આ વિલંબથી તેની રચના અને અમલીકરણની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.

શું છે ડિટેલ

પગાર માળખું અને ભથ્થાં સરકારી કર્મચારીઓનો પગાર ફક્ત મૂળ પગાર પર આધારિત નથી. તેમાં નીચેના ઘટકોનો પણ સમાવેશ થાય છે. જેમ કે - મોંઘવારી ભથ્થું (DA) ઘર ભાડું ભથ્થું (HRA) મુસાફરી ભથ્થું (TA). અન્ય રોજગાર લાભો પહેલાં, મૂળ પગાર કુલ પગારના લગભગ 65% હતો. હવે તે લગભગ 50% ફાળો આપે છે, જે ભથ્થાંનું વધતું મહત્વ દર્શાવે છે. 

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના આધારે ફુગાવા અનુસાર DA ની વર્ષમાં બે વાર સમીક્ષા કરવામાં આવે છે. જોકે સાતમા પગાર પંચ હેઠળ અંતિમ DA વધારા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, એક મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ સુધીમાં સ્પષ્ટતા આવી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર અને પગાર અંદાજ

ફિટમેન્ટ ફેક્ટર પગાર વધારાનો નિર્ણય લેવામાં મુખ્ય પરિબળ છે. 7મા પગાર પંચે તેને 2.57 નક્કી કર્યો હતો. જોકે, એમ્બિટ કેપિટલના અહેવાલ મુજબ, 8મું કમિશન 1.83 અને 2.46 વચ્ચેનો પરિબળ સૂચવી શકે છે. ઉદાહરણ તરીકે, 18,000 રૂપિયાનો મૂળ પગાર મેળવનાર કર્મચારી જો 2.46 પરિબળ મંજૂર થાય તો તેની આવક 44,280 રૂપિયા સુધી વધી શકે છે. 

નોંધનીય છે કે, 7મા પગાર પંચે મૂળ પગારમાં 14.3% નો વધારો સૂચવ્યો હતો, જે 1970 પછીનો સૌથી ઓછો છે. તેનાથી વિપરીત, 6ઠ્ઠા પગાર પંચે 54% નો ભારે વધારો સૂચવ્યો હતો. જોકે, સમયાંતરે મોંઘવારી ભથ્થામાં સુધારાને કારણે, 7મા કમિશન હેઠળ કુલ પગાર વધારો હજુ પણ 23% ની આસપાસ રહ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news