Weekly Skin care: 7 દિવસે એકવાર આ રીતે સ્કિન કેર કરી લો, ચહેરા પર વધશે નેચરલ ગ્લો, પાર્લર જવાની જરૂર નહીં પડે
Weekly Skin care Routine: દર રોજ સ્કિન કેર માટે સમય કાઢવો બધા માટે શક્ય નથી. આ સ્થિતિમાં તમે સપ્તાહમાં એકવાર આ રીતે ત્વચાની માવજત કરી શકો છો. વીકમાં એકવાર આ રીતે સ્કિન ક્લીન કરી લેવાથી હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકાય છે.
Trending Photos
Weekly Skin care Routine: આજની દોડધામ ભરેલી અને બીજી જીવનશૈલીમાં ત્વચાનું ધ્યાન રાખવું મુશ્કેલ થઈ ગયું છે. રોજ સ્કિન કેર કરવા માટેનો સમય દરેક પાસે નથી હોતો. આ સ્થિતિમાં સપ્તાહમાં એક દિવસ સ્કિન પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. બ્યુટી એક્સપર્ટ અનુસાર સપ્તાહમાં એકવાર સ્કિન પર થોડું ધ્યાન આપવામાં આવે તો પાર્લર ગયા વિના હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકાય છે.
જો તમારે સપ્તાહમાં એકવાર સ્કિન કેર માટે સમય ફાળવવો હોય તો વીકલી સ્કિન કેર કેવી રીતે કરી શકાય તેના સ્ટેપ આજે તમને જણાવીએ. આ સ્ટેપ ફોલો કરવાથી સ્કિન સાફ થશે અને ત્વચાની સમસ્યાથી રાહત પણ મળશે. વીકલી સ્કિન કેર રુટીનના બેઝિક અને જરૂરી સ્ટેપ્સ નીચે દર્શાવ્યાનુસારના છે.
ડીપ ક્લીનિંગ
સપ્તાહમાં એકવાર સ્કિનનું ડીપ ક્લીનિંગ કરવું જરૂરી છે. જેથી સ્કિનમાંથી ધૂળ, ઓઈલ, ડેડ સ્કિન દુર કરી શકાય. તેના માટે સૌથી પહેલા ફેશ વોશ કરો અને પછી સ્ટિમ લો. સ્ટીમ લેવાથી પોર્સ ખુલી જાય છે અને અંદરની ગંદગી બહાર કાઢવામાં સરળતા રહે છે. સ્કિનને સાફ કરવા માટે એક્સફોલિએટર અથવા સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ડેડ સ્કિન નીકળી જશે.
ફેસ માસ્ક
ડીપ ક્લીનિંગ પછી ફેસ માસ્ક લગાવવું. તેનાથી સ્કિનને ઘણા ફાયદા થાય છે. ફેસ માસ્ક સ્કિન ટાઈપ અનુસાર લેવું. જો ડ્રાય સ્કિન હોય તો હાઈડ્રેટિંગ માસ્ક, ઓઈલી સ્કિન હોય તો ક્લે માસ્ક અને સેંસિટિવ સ્કિન હોય તો નેચરલ એલોવેરા અથવા હળદરનું માસ્ક લેવું.માસ્ક સ્કિનને અંદરથી પોષણ આપે છે.
ટોનિંગ અને સીરમ
માસ્ક સાફ કર્યા પછી સ્કિનને બેલેન્સ કરવા માટે ટોનરનો ઉપયોગ કરો. ટોનર લગાડવાથી સ્કિનનું pH લેવલ બેલેન્સ રહે છે અને ઓપન થયેલા પોર્સ ફરથી ટાઈટ થાય છે. ત્યારબાદ સ્કિન ટાઈપ અનુસાર સીરમ લગાડી શકો છો. તેનાથી સ્કિન રીપેર થઈ જશે.
મોઈશ્ચુરાઈઝર અને સનસ્ક્રીન
વીકલી સ્કિન કેર રુટીનમાં છેલ્લે મોઈશ્ચુરાઈઝર અને સનસ્ક્રીન લગાવો. આ સ્કિન કેર રુટીનનું છેલ્લું અને જરૂરી સ્ટેપ છે. તેનાથી સ્કિનને હાઈડ્રેશન મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે