IDBI બેંકને NCLAT માંથી મળ્યો મોટો ઝટકો! કોર્ટે ZEEL વિરુદ્ધ નાદારી પ્રક્રિયાની અરજી ફગાવી, જાણો શું હતો મામલો
IDBI Vs ZEEL: આ સમગ્ર મામલો 3 ઓગસ્ટ 2012ના એક ગેરંટી એગ્રીમેન્ટ સાથે સંકળાયેલો છે જેમાં ZEEL એ Siti Networks Ltdને આઈડીબીઆઈ બેંક તરફથી અપાયેલી વર્કિંગ કેપિટલ ફેસિલિટીના બદલે DSRA (Debt Service Reserve Account) જાળવી રાખવાની ગેરંટી આપી હતી.
Trending Photos
ઝી એન્ટરટેઈનમેન્ટ (ZEEL) ને નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલ (National Company Law Appellate Tribunal- NCLAT)માંથી મોટી રાહત મળી છે. IDBI બેંક તરફથી દાખલ કરાયેલી નાદારી પ્રક્રિયાની અપીલને NCLAT એ ફગાવી દીધી છે. આ અગાઉ NCLT (નેશનલ કંપની લો ટ્રાઈબ્યુનલ)એ પણ બેંકની અરજી ફગાવી હતી. જેને પડકારવા માટે બેંક NCLAT માં પહોંચી હતી.
NCLAT એ શું કરી ટિપ્પણી?
ચેરપર્સન જસ્ટિસ (રિટાયર્ડ) અશોક ભૂષણ અને ટેક્નિકલ મેમ્બર બરુણ મિત્રાની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે IDBI બેંક ઈચ્છે તો IBC (ઈન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ)ની કલમ 10A ના દાયરાથી બહાર આવતા ડિફોલ્ટ માટે નવી અરજી દાખલ કરી શકે છે.
શું કહે છે IBC ની કલમ 10A?
આ કલમ માર્ચ 2020માં કોવિડ 19 મહામારીના કારણે જોડવામાં આવી હતી. જે મુજબ 25 માર્ચ 2020થી લઈને આગામી એક વર્ષ સુધી જે પણ ડિફોલ્ટ થયા તેમના માટે કોઈ પણ નાણાકીય કે ઓપરેશનલ કરજદારને CIRP (કોર્પોરેટ ઈનસોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ) શરૂ કરવાની મંજૂરી નથી.
ક્યાંથી શરૂ થયો સમગ્ર વિવાદ?
આ સમગ્ર મામલો 3 ઓગસ્ટ 2012ની એ ગેરંટી એગ્રીમેન્ટ સાથે જોડાયેલો છે જેમાં ZEEL એ Siti Networks Ltd ને IDBI બેંક તરફથી અપાયેલી વર્કિંગ કેપિટલ ફેસિલિટીના બદલે DSRA (Debt Service Reserve Account) જાળવી રાખવાની ગેરંટી આપી હતી.
મામલાએ તૂલ પકડ્યું
Siti Networks નું એકાઉન્ટ ડિસેમ્બર 2019માં NPA જાહેર થયું. બેંકે ZEEL પર ગેરંટી લાગૂ કરતા માર્ચ 2021માં ₹61.97 કરોડની માંગણી કરી હતી. ZEEL નું કહેવું હતું કે તેમની જવાબદારી ફક્ત 50 કરોડ રૂપિયાની મૂળ રકમ અને તેના પર વ્યાજ સુધી સિમિત હતી. ₹61.97 કરોડની માંગણી વધુ અને ગેરવ્યાજબી છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ફેબ્રુઆરી 2021માં પૂરી ક્રિડિટ ફેસિલિટી પાછી લેવાઈ હતી. આથી DSRA ની જવાબદારી પણ ખતમ થઈ જાય છે.
અપીલ ફગાવવામાં આવી, પરંતુ રસ્તો ખુલ્લો
NCLAT એ એ માન્યું કે મૂળ ડિફોલ્ટ IBC ની કલમ 10એના સમયના દાયરામાં આવે છે અને બેંકની અરજી ફગાવી દીધી. જો કે બેંકને છૂટ આપવામાં આવી છે કે જો ભવિષ્યમાં કોઈ આવી રીતે ડિફોલ્ટ થાય જે 10A પછીના હોય તો તેઓ નવી અરજી દાખલ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે