Gold Rate: જલદી કરજો! સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ઘટેલા ભાવે સોનું ખરીદવાની ઉત્તમ તક, 1 તોલાનો ભાવ જાણો

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો તમે ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ  ખાસ ચેક કરો. 

Gold Rate: જલદી કરજો! સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ઘટેલા ભાવે સોનું ખરીદવાની ઉત્તમ તક, 1 તોલાનો ભાવ જાણો

આજે 1 મેના રોજ પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે અખાત્રીજાના દિવસે સોનાની ખરીદી પણ જો કે વધુ ભાવ હોવાના કારણે અગાઉના વર્ષ કરતા ઓછી જોવા મળી. પરંતુ હવે સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવે 22 એપ્રિલના રોજ એક લાખનું સ્તર પાર કર્યું હતું. જો કે ત્યારબાદ સોનું એક લાખ પર પહોંચ્યું નહીં અને સતત તેમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. આવામાં મોટો સવાલ એ છે કે શું સોનામાં કડાકાનો માહોલ આગળ પણ આ રીતે જોવા મળશે? જાણો સોનાના લેટેસ્ટ રેટ. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ ગઈ કાલે ક્લોઝિંગમાં સોનાના ભાવમાં 1328 રૂપિયાનો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો અને ભાવ 94361 રૂપિયા પર જોવા મળ્યો હતો. જે સવારે 95,689 પર ખુલ્યો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં ક્લોઝિંગ રેટમાં 1,936 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 94,114 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો. જે સવારે ઓપનિંગમાં 96,050 રૂપિય પ્રતિ કિલોગ્રામ હતો.  એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
ભારતમાં સોનાના ભાવ અનેક કારણોસર બદલાતા રહે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારના ટેક્સ અને રૂપિયાની કિંમતમાં ઉતાર ચડાવ. સોનું ફક્ત રોકાણ માટે નહીં પરંતુ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ  તથા તહેવારનો પણ એક મહત્વનો હિસ્સો ગણાય છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે કે તહેવારોમાં તેની માંગણી વધી જાય છે. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) April 30, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/VK9FeQHiNe

— IBJA (@IBJA1919) April 30, 2025

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news