દેશના સૌથી મોટાં શિક્ષણ અભિયાનમાં ગુજરાત ટોચ પર! અત્યાર સુધી શું થયાં ફેરફારો...

દેશની આર્થિક સ્થિતિ અને લોકોના જીવન સ્તર સુધારવા માટે શિક્ષણ આવશ્યક છે. શિક્ષાનું સ્તર વધે તે માટે સરકાર દ્વારા 'મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ'ની શરુઆત કરવામાં આવી છે. જેમાં આ યોજનાના અનુકરણમાં ગુજરાત રાજ્ય સૌથી આગળ છે, શિક્ષા દર પણ વધ્યો છે. આ યોજનાના શું ફાયદાઓ છે તે જાણીએ. 

દેશના સૌથી મોટાં શિક્ષણ અભિયાનમાં ગુજરાત ટોચ પર! અત્યાર સુધી શું થયાં ફેરફારો...

શાળાકીય શિક્ષણ માટે કાર્યરત એકમાત્ર યોજના
ગુજરાતમાં 'મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ' ભારતની સૌથી મોટી શાળાકીય શિક્ષાની પહેલ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 2022માં શરુ કરવામાં આવેલ આ મિશનનું ઉદ્દેશ્ય રાજ્યને લગભગ 40,000 સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને ઉન્નત કરવાનું છે. દેશમાં આ અભિયાનથી છેલ્લા 22 વર્ષોમાં શિક્ષા ક્ષેત્રમાં મૂળભૂત રુપથી સુધારાઓ થયા છે અને શાળાઓના પ્રવેશદરમાં પણ વધારો જોવા મળ્યો છે. 

રાજ્ય સરકાર અને વિશ્વ બેંકની નાણાકીય સહાય
રાજ્ય સરકાર દ્વારા આ પરિયોજના અંતર્ગત 13,353 વર્ગખંડો, 21,000 કમ્પ્યૂટર પ્રયોગશાળાઓ, 1.09 લાખ સ્માર્ટ ક્લાસરુમ અને 5,000 એસટીએમ પ્રયોગશાળાઓનું નિર્માણ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારે આ મિશન માટે લગભગ 12,000 કરોડ રુપિયા ફાળવ્યા અને વિશ્વ બેંક તરફથી યોજનાના અમલીકરણ માટે 750 મિલિયન ડોલરનું ભંડોળ પ્રાપ્ત થશે.

યોજના અંતર્ગત થતાં ફાયદાઓ
મજબૂત માળખાકીય સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરુમ, STEM પ્રયોગશાળાઓ અને પરિસરમાં સહ-પાઠ્યક્રમની સુવિધાઓની સાથે શાળાના અભ્યાસની ગુણવત્તામાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષામાં આ પ્રકારના નવા દ્રષ્ટિકોણને અમલમાં લાવતાં દેશનું અગ્રણી રાજ્ય ગુજરાત છે. 

'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ' શાળાનું મજબૂત બાંધકામ, શિક્ષા પદ્ધતિમાં ડિજિટલ લર્નિંગ ટૂલ્સનો સમાવેશ અને શિક્ષણના પાયાને મજબૂત કરવા તરફ ધ્યાન દોરે છે. આ પહેલી એવી યોજના છે જે દેશભરમાં શાળાકીય શિક્ષણની ગુણવત્તા વધારવાં માટે કાર્યરત છે.

વિદ્યાર્થીઓને આ સુવિધાઓ પ્રાપ્ત થશે
હાલ 13,353 નવા ક્લાસરુમ અને જૂના 27,872 ક્માસરુમનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. ડિજિટલ ક્લાસરુમની વાત કરીએ તો 1,09,000 સ્માર્ટ ક્લાસરુમ તૈયાર થયાં છે અને 5000 SETM પ્રયોગશાળાઓ બની છે. આ યોજના થકી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો વ્યાપક વિકાસ થશે તથા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રુપે લગભગ એક કરોડ વિદ્યાર્થીઓને લાભ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news