12 લાખ છોડો, રૂપિયા 19 લાખના CTC પર પણ નહીં ચૂકવવો પડે એક રૂપિયો ટેક્સ...જાણો કેવી રીતે

New Tax Regime : જો તમે સ્માર્ટ પ્લાનિંગ કરો છો અને યોગ્ય રીતે રોકાણ કરો છો, તો તમારે 19 લાખ રૂપિયા સુધીની આવક પર એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તમે કેવી રીતે ટેક્સ બચાવી શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.

12 લાખ છોડો, રૂપિયા 19 લાખના CTC પર પણ નહીં ચૂકવવો પડે એક રૂપિયો ટેક્સ...જાણો કેવી રીતે

New Tax Regime : જો તમારી આવક પણ 12 લાખ રૂપિયાથી વધુ છે તો આ સમાચાર તમારા માટે છે. ભારત સરકારના નવી કર વ્યવસ્થા હેઠળ, 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. તો પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિત આ મર્યાદા 12.75 લાખ રૂપિયા છે. પરંતુ જો તમારો વાર્ષિક પગાર 19 લાખ રૂપિયા હોય તેમ છતાં તમારે એક રૂપિયો પણ ટેક્સ ના ચૂકવવો પડે તો તમને કદાચ માન્યમાં નહીં આવે, પરંતુ સરકારની નવી કર વ્યવસ્થામાં જો તમે સ્માર્ટ પ્લાનિંગ કરો છો અને યોગ્ય રીતે રોકાણ કરો છો તો તમારે 19 લાખ રૂપિયા સુધીની આવક પર એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 

75,000 રૂપિયા સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન

સરકારે નાણાકીય વર્ષ 2025-26થી નવી કર વ્યવસ્થાને ડિફોલ્ટ બનાવી દીધી છે. તેનો અર્થ એ કે જ્યાં સુધી કરદાતા જૂની કર વ્યવસ્થા પસંદ ન કરે, ત્યાં સુધી તેણે નવી કર વ્યવસ્થા હેઠળ આપમેળે કર ચૂકવવો પડશે. આ નાણાકીય વર્ષથી નવા ટેક્સ સ્લેબને સરળ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેટલીક કપાતની જોગવાઈઓ પણ છે. નવી કર વ્યવસ્થામાં બધા પગારદાર વર્ગના લોકોને 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવી રહ્યું છે.

19 લાખ રૂપિયા સુધીની આવક પર 0 ટેક્સ

જો તમારું CTC 19 લાખ રૂપિયા છે, તો તમે તમારા પગાર માળખાને આ રીતે ડિઝાઇન કરીને તમારા આખા પગારને કરમુક્ત બનાવી શકો છો.

  • બેઝિક સેલરી - 9,97,000 રૂપિયા
  • પીએફ- 21,600 રૂપિયા (ઓછામાં ઓછું)
  • ગ્રેચ્યુઇટી - 45600 રૂપિયા (બેઝિક સેલરીના 4.8%)
  • NPS- 1,33,000 રૂપિયા (કર્મચારીનું યોગદાન)
  • ફ્લેક્સી પે ટેક્સ-ફ્રી કમ્પોનન્ટ - 3,00,900 રૂપિયા
  • વ્યક્તિગત ભથ્થું : 3,06,900
  • કુલ CTC: 19,00,000 રૂપિયા

સરળ ભાષામાં વાત કરીએ તો, ધારો કે તમારું CTC 19 લાખ રૂપિયા છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કર્યા પછી, બેલેન્સ - 19,00,000-75,000 = 18,25,000 રૂપિયા થશે.

ત્યાર બાદ EPS અને NPS બાદ કર્યા પછી 18,25,000 - (21,600 + 1,33,000) = 16,70,400 રૂપિયા. નવી કર વ્યવસ્થા હેઠળ, કર્મચારીના બેઝિક સેલરીના મહત્તમ 14% સુધી NPS યોગદાન કરમુક્ત છે. આ ઉપરાંત બેઝિક સેલરીના મહત્તમ 12% DA કરમુક્ત છે.

ફ્લેક્સી પેમેન્ટનો ઉપયોગ કરો

આ ઉપરાંત કેટલીક કંપનીઓ ફ્લેક્સી પે પસંદ કરવાનો વિકલ્પ પણ આપે છે. આ પણ કરમુક્ત છે. આ હેઠળ તમે ત્રણ લાખ રૂપિયા રાખી શકો છો. જેના માટે પુસ્તકો, મનોરંજન અને અન્ય જરૂરી ખર્ચના બિલ રજૂ કરવાના રહેશે. આમ 16,70,400 - 3,00,900 રૂપિયા = 13,69,500 રૂપિયા થશે.

આ ઉપરાંત, જો તમે ઘર ખરીદવા માટે લોન લીધી હોય અને તે મિલકત ભાડે આપી હોય, તો નવી કર વ્યવસ્થા હેઠળ, તમને વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની વ્યાજ રકમ પર મુક્તિ મળી શકે છે. આમ, તમારું CTC 13,69,500 - 2,00,000 રૂપિયા = 11,59,500 રૂપિયા થાય છે. જે 12 લાખ રૂપિયા કરતાં ઓછા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news