નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં કરાયું પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
National Sports Bill: BCCI માટે રાહતની વાત એ છે કે નેશનલ સ્પોર્ટ્સ બિલ વહીવટકર્તાઓ માટે વય મર્યાદામાં છૂટ આપે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાની પરવાનગી મેળવા પર 70 થી 75 વર્ષની વયના લોકો રમતગમત સંગઠનની ચૂંટણી લડી શકે છે.
Trending Photos
National Sports Bill: નેશનલ સ્પોર્ટ્સ બિલ અને એન્ટી-ડોપિંગ વિરોધી સુધારા બિલ (Anti-doping Amendment Bill) લોકસભામાં પાસ કરી થઈ ગયું છે. નેશનલ સ્પોર્ટ્સ બિલ હેઠળ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) પણ આવી ગયું છે. યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ બન્ને બિલ 11 ઓગસ્ટ (સોમવાર)ના રોજ લોકસભામાં રજૂ કર્યા. આ બન્ને બિલનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં ભારતને રમતગમત મહસત્તા બનાવવાનો છે.
જો કે, નેશનલ સ્પોર્ટ્સ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં તમામ રમતોના સંચાલનને નિયંત્રિત કરવાનો છે. હવે સ્પોર્ટ્સ બિલ પસાર થયા પછી નેશનલ સ્પોર્ટ્સ બિલ (NSB)ની રચના કરવામાં આવશે, જે BCCI સહિત તમામ રમતગમત ફેડરેશન પર નજર રાખશે. લોસ એન્જલસ ઓલિમ્પિક 2028નો ભાગ ક્રિકેટ પણ બનવા જઈ રહ્યું છે.
આ કારણે BCCIને પણ રાષ્ટ્રીય રમત સંઘ તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સ્પોર્ટ્સ બિલ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની પણ રચના કરવામાં આવશે, જેને સિવિલ કોર્ટ જેવા જ અધિકાર હશે. આ ટ્રિબ્યુનલ પસંદગી પ્રક્રિયા અને ચૂંટણીઓ સંબંધિત વિવાદોનું સમાધાન કરશે. તેના નિર્ણયો સામે અપીલ ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ કરી શકાય છે.
શું રોજર બિન્ની તેમના પદ પર બન્યા રહેશે?
BCCI માટે રાહતની વાત એ છે કે સ્પોર્ટ્સ બિલ વહીવટકર્તાઓ માટે વય મર્યાદામાં પણ છૂટ આપે છે. 70 થી 75 વર્ષની વયના લોકો જો આંતરરાષ્ટ્રીય સંગઠનની પરવાનગી મેળવે તો રમતગમત સંગઠનની ચૂંટણી લડી શકે છે. આનો અર્થ એ થયો કે વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્ની તેમના પદ પર ચાલુ રહી શકે છે. રોજર બિન્ની આ વર્ષે 19 જુલાઈના રોજ 70 વર્ષના થયા.
નેશનલ સ્પોર્ટ્સ બિલના પ્રારંભિક ડ્રાફ્ટમાં BCCIને RTI (રાઈટ ટૂ ઈન્ફોર્મેશન) ના દાયરામાં લાવવાની જોગવાઈ હતી, પરંતુ BCCI કેન્દ્ર સરકારના ભંડોળ પર નિર્ભર નથી, તેથી આ કલમ દૂર કરવામાં આવી. અન્ય તમામ નિયમો BCCIને અન્ય રમત સંગઠનોની જેમ લાગુ પડશે.
એન્ટી-ડોપિંગ બિલમાં શું જોગવાઈઓ છે?
બીજી બાજુ નેશનલ એન્ટી-ડોપિંગ સુધારા બિલ WADA (વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી)ના વાંધાઓને દૂર કરીને સુધારેલા સ્વરૂપમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નેશનલ એન્ટી-ડોપિંગ બિલ 2022માં પસાર થયું હતું, પરંતુ WADAના વાંધાને કારણે તે પછી અમલમાં મૂકવામાં આવ્યું ન હતું. WADAએ વાતથી ખુશ ન હતું કે, તેના હેઠળ રમતગમતમાં એન્ટી-ડોપિંગ રાષ્ટ્રીય બોર્ડ બનાવવામાં આવ્યું હતું.
બોર્ડમાં એક અધ્યક્ષ અને બે સભ્યો હશે, જેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ બોર્ડને NADA પર દેખરેખ રાખવા અને સૂચનાઓ આપવાનો અધિકાર હશે. WADAએ આ જોગવાઈને સ્વાયત્ત સંસ્થામાં સરકારી હસ્તક્ષેપ તરીકે ગણાવી હતી. સુધારેલા બિલમાં આ બોર્ડને જાળવી રાખવામાં આવ્યું છે, પરંતુ હવે તેને NADA પર દેખરેખ રાખવાનો કે સલાહ આપવાનો અધિકાર રહેશે નહીં. સુધારેલા બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, NADAને સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરવાનો અધિકાર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે