લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે

New Income Tax Bill 2025: સંસદમાં બિલ પાછું ખેંચવાનું કારણ સમજાવતા નાણામંત્રીએ કહ્યું કે, 'કેટલાક સૂચનો પ્રાપ્ત થયા છે, જેનો સાચો કાનૂની અર્થ જણાવવા માટે સમાવેશ કરવાની જરૂર છે. ડ્રાફ્ટમાં કરવામાં આવેલા સુધારામાં વાક્યો સુધારવાનો સમાવેશ થાય છે.'

લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે

New Income Tax Bill 2025: નવું ઈનકમ ટેક્સ બિલ (Income Tax Bill) સોમવારે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે પાસ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બિલનું સુધારેલું સંસ્કરણ રજૂ કર્યું. નવા બિલમાં બૈજયંત પાંડા (Baijayant Panda)ની આગેવાની હેઠળની સમિતિની મોટાભાગની ભલામણોને સામેલ કરવામાં આવી છે. સોમવારે રજૂ કરાયેલા બિલને સરકારે ગયા અઠવાડિયે 'ઈનકમ ટેક્સ બિલ 2025' તરીકે પાછું ખેંચવાનો નિર્ણય લીધો હતો.

13 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું આ બિલ
નવા ઈનકરમ ટેક્સ બિલને 60 વર્ષ જૂના 'ઈનકમ ટેક્સ અધિનિયમ, 1961'ને બદલવા માટે 13 ફેબ્રુઆરીએ નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. 11 ઓગસ્ટે રજૂ કરાયેલા નવા ડ્રાફ્ટનો હેતુ સાંસદોને એક જ અપડેટેડ વર્ઝન આપવાનો છે, જેમાં બધા સૂચવેલા ફેરફારોનો સમાવેશ થાય છે. સંસદમાં બિલ પાછું ખેંચવાનું કારણ સમજાવતા નાણામંત્રીએ કહ્યું કે, 'કેટલાક સૂચનો પ્રાપ્ત થયા છે, જેનો સાચો કાનૂની અર્થ સમજાવવા માટે સમાવેશ કરવો જરૂરી છે. ડ્રાફ્ટમાં કરવામાં આવેલા સુધારાઓમાં વાક્યો સુધારવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્રોસ-રેફરન્સિંગ કરવામાં આવ્યું છે.'

કન્ફ્યુઝનથી બચવા માટે પરત ખેંચવામાં આવ્યું
નાણામંત્રીએ કહ્યું કે, કોઈપણ કન્ફ્યુઝનથી બચવા માટે જૂનું બિલ પાછું ખેંચવામાં આવ્યું છે. હવે આ નવું બિલ 1961ના કાયદાને બદલવાનો આધાર બનશે. પસંદગી સમિતિ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી હતી, જેમાં કેટલીક ભૂલો પણ દર્શાવવામાં આવી હતી. તેમને સુધારવા અને વસ્તુઓને વધુ સ્પષ્ટ કરવા માટે કેટલાક બદલાવ જણાવવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે નવા ઈનકમ ટેક્સના આધારે શું-શું બદલાવ આવશે?

> નવા ઈનકમ ટેક્સ બિલ હેઠળ ભાષા પહેલા કરતા સરળ અને સ્પષ્ટ બનાવવામાં આવશે.
> આ હેઠળ Previous Year અને Assessment Year જેવા વિકલ્પો દૂર કરવામાં આવશે અને ટેક્સ વર્ષનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવશે.
> નવા બિલમાં CBDTને પહેલા કરતા વધુ શક્તિ આપવામાં આવી છે. આ ડિજિટલાઇઝેશનને વધુ પ્રોત્સાહન આપશે.
> નવું બિલ 536 સેક્શન અને 16 શેડ્યૂલમાં સિસ્ટેમેટિક કરવામાં આવશે. આનાથી ફેરફારોને સમજવા અને વાંચવામાં સરળતા રહેશે.
> ઝીરો TDS સર્ટિફિકેટ જાહેર કરવાની સુવિધા મળશે.
> જો ઘર ખાલી હોય, તો ડીમ્ડ રેન્ટ ટેક્સમાંથી રાહત મળશે.

સમિતિ દ્વારા બિલમાં સૂચવેલા ફેરફારો-
> સમિતિએ કહ્યું કે, ટેક્સપેયર્સને રિફંડમાં રાહત મળવી જોઈએ. ITR ફાઇલ કરવામાં વિલંબ થાય તો પણ ટેક્સપેયરને રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવી જોઈએ.
> ડિવિડન્ડ કપાત માટે કલમ 80M ફરીથી દાખલ કરવી જોઈએ.

પરત ખેંચવામાં આવેલ બિલમાં શું હતું?
ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટને ભારતના ડાયરેક્ટ ટેક્સ કાનૂનમાં 60 વર્ષથી પણ વધુ સમય પછીનો સૌથી મોટો ફેરફાર ગણાવવામાં આવ્યો હતો. તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ હતા.

> ભાષાને સરળ બનાવવામાં આવી હતી, કપાતને એકીકૃત કરવામાં આવી હતી અને નિયમોને ટૂંકા કરવામાં આવ્યા જેથી લોકો સરળતાથી તેનું પાલન કરી શકે.
> સિસ્ટમને ટેક્સ આપનારા માટે વધુ સરળ બનાવવા માટે ચોક્કસ ભૂલો માટે દંડ ઘટાડવામાં આવ્યો હતો.
> ટેક્સ સ્લેબ, કેપિટલ ગેન ટેક્સના નિયમો અથવા ઈનકમ કેટેગરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.
> 'પહેલા વિશ્વાસ કરો, પછી ચકાસો' અભિગમ અપનાવીને મુકદ્દમા ઘટાડવાનો ઉદ્દેશ્ય હતો.
> એક આધુનિક સિસ્ટમ હતી જેમાં CBDT ને વધુ અધિકાર આપવામાં આવ્યા હતા, ડિજિટલ દેખરેખ પૂરી પાડવામાં આવી, અને 'ટેક્સ યર' નો નવો કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news