Mangalwar Ke Upay: 40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
Mangalwar Ke Upay: આજે તમને 40 મંગળવારના ચમત્કારી ટોટકા વિશે જણાવીએ. આ એક કામ જો કરી લેવામાં આવે તો બજરંગબલીની કૃપાથી દરેક કામમાં સફળતા મળવા લાગે છે એવું માનવામાં આવે છે.
Trending Photos
Mangalwar Ke Upay: મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનને સમર્પિત છે.. મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરી વ્રત રાખવાનું પણ વિધાન છે. માન્યતા છે કે આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ હનુમાનજી પ્રસન્ન રહે છે. આ સિવાય જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની મનોકામના પૂર્ણ કરતો મંગળવારનો એક ચમત્કારી ઉપાય પણ છે. માનવામાં આવે છે કે જો આ ઉપાય 40 વખત કરી લેવામાં આવે તો બજરંગ બલીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
40 મંગળવારનો ઉપાય
હનુમાનજીને પ્રસન્ન કરવાનો 40 મંગળવારનો આ ઉપાય ચમત્કારી હોવાનું માનવામાં આવે છે. આ ઉપાય કરવા માટે મંગળવારના દિવસે તુલસીના 108 પાન પર રામ નામ લખવું. ત્યાર પછી આ પાન હનુમાનજીને અર્પણ કરવા.. મંગળવારથી શરૂ કરી 40 મંગળવાર સુધી આ અપાય કરવાથી હનુમાનજીની કૃપાથી અટકેલા કામ પુરા થવા લાગે છે અને જીવનમાં ખુશાલી વધે છે.
બુંદીનો પ્રસાદ
હનુમાનજીના મંદિરમાં મંગળવારે દર્શન કરવા જવું અને હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચઢાવવો. હનુમાનજીને ચડાવેલો પ્રસાદ બાળકોમાં વહેંચી દેવો. માન્યતા છે કે દર મંગળવારે આ ઉપાય કરવાથી જીવનની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.
લાલ જનોઈ
મંગળવારના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરી લાલ અથવા કેસરી વસ્ત્ર ધારણ કરવા. ઘરમાં હનુમાનજી હોય તો તેની પૂજા કરો અને જો ઘરમાં હનુમાનજી ન હોય તો મંદિરમાં જઈને બજરંગ બલીની પૂજા કરી તેમને લાલ જનોઈ પહેરાવો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓનો અંત આવે છે અને બગડતા કામ પણ બનવા લાગે છે.
મારુતિ સ્ત્રોતનો પાઠ
દર મંગળવારે જો મારુતિ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે અને આ પાઠ સતત 40 મંગળવાર સુધી કરી લેવામાં આવે તો જીવનની બધી જ ચિંતાઓનો નાશ થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. 40 મંગળવાર સુધી મારુતિ સ્ત્રોતનો પાઠ કરવાથી બજરંગ બલીના આશીર્વાદથી જીવનના દુઃખ અને મનનો ભય દૂર થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે