ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે શાળામાંથી સામુહિક ડ્રોપ આઉટ લીધું

Mass DropOut : ભુજની ભારત નગર પ્રાથમિક શાળામાં 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લેવાનો નિર્ણય કર્યો, આવું કેમ કર્યું તે જાણીએ

ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે શાળામાંથી સામુહિક ડ્રોપ આઉટ લીધું

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવતી એક ઘટના ભુજના ભારત નગર પ્રાથમિક શાળા માંથી સામે આવી છે. સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા આજે વિધાર્થીઓએ સામુહિક ડ્રોપ આઉટ કર્યો છે.

ભારતનગરમાં વિધાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે વર્ષ 2019માં અહીં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા છ વર્ષથી વાલીઓ સ્વતંત્ર શાળાનો  દરજ્જા માટે માંગણી કરી રહ્યા છે... પરંતુ અનેક વખતની રજૂઆતો બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા નક્કર કામગીરી કરી નથી. પરિણામે  આજે 154 જેટલા વિદ્યાર્થીઓ પોતાની સર્ટિફિકેટ કઢાવીને સામૂહિક ડ્રોપ આઉટ કર્યું હતું.

ભુજના ખાવડા રોડ પર આવેલા  આંબેડકર પ્રાથમિક શાળામાં 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે તેની પેટા શાળામાં ભારત નગરમાં 154 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે..અહીંયા કોઈ સુવિધા નહીં હોવાના કારણે વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓ દ્વારા  શિક્ષણ વિભાગમાં સ્વતંત્ર શાળા માટે અનેક વખત રજૂઆતો કરાઈ હતી. આ રજૂઆતો બાદ કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રાજ્યકક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવી હતી. 

સિકંદર સુમરા સ્થાનિક આગેવાન સિકંદર સુમરા કહે છે કે, રાજય સરકારે દરખાસ્ત ના મંજુર કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. આખરે શાળા તમામ વિદ્યાર્થીઓનું સામુહિક ડ્રોપ આઉટ કરવાનો નિર્ણય લીધો છે. જેથી રોષે ભરાયેલા વાલીઓએ આજ સવારથી જ શાળાએ પહોંચીને બાળકોના સ્કૂલના સર્ટીફીકેટ કઢાવાની શરૂઆત કરી દીધી હતી. અત્યાર સુધીમાં 36 જેટલા વિધાર્થીઓના નામ કમી કરવામાં આવ્યા છે.

એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા તાયફા યોજી રહી છે. બીજી બાજુ વિધાર્થીઓને ભણવા માટે ઓરડાની સુવિધા પણ સરકાર આપતી નથી. વાલીઓ હવે સ્વતંત્રશાળાની માંગને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આગામી  સોમવારે વાલીઓ અને વિધાર્થીઓ કલેક્ટર મળીને  લેખિત રજુઆત કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news