માત્ર લોન જ નહીં... હવે વીજળી બિલ વગર 40 લાખ ઘરોને રોશન કરશે SBI, ગજબની છે આ સ્કીમ
SBI Solar Rooftop Project: જો તમે વિચારી રહ્યા છો કે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ફક્ત લોન આપવાનું, એફડી કરાવવા અને થાપણો રાખવાનું કામ કરે છે, તો તેના નવા પ્રોજેક્ટ વિશે જાણો.
Trending Photos
SBI Solar Rooftop Project: જો તમે વિચારી રહ્યા છો કે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ફક્ત લોન આપવાનું, એફડી કરાવવા અને થાપણો રાખવાનું કામ કરે છે, તો તેના નવા પ્રોજેક્ટ વિશે જાણો. SBI માત્ર લોકોને લોન આપીને તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી રહી નથી, પરંતુ તેમના ઘરોને રોશની પણ આપી રહી છે. SBIની મદદથી 40 લાખ ઘરોમાં વીજળી પહોંચશે, તે પણ કોઈપણ વીજળી બિલ વિના.
શું છે SBIની સ્કીમ?
દેશની સૌથી મોટી સરકારી ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) આગામી બે વર્ષમાં 40 લાખ ઘરોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં મદદ કરશે. SBIની આ નીતિ દેશમાં રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન વધારવામાં મદદ કરશે. SBIએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતની રિન્યૂએબલ એનર્જી ટ્રાન્જિશનમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે SBIના સોલાર રૂફટોપ પ્રોગ્રામનો હેતુ નાણાકીય વર્ષ 2027 સુધીમાં 40 લાખ ઘરોને સૌર ઉર્જાથી સજ્જ કરવાનો છે, જેનાથી ભારતના નેટ ઝીરો 2070 લક્ષ્યોને આગળ ધપાવવામાં આવશે."
બેન્ક દ્વારા આ જાહેરાત તેના 70 વર્ષ પૂર્ણ થવા પર કરવામાં આવી છે. 1 જુલાઈ 1955ના રોજ SBIએ દેશમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. SBIએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 25માં તેણે કૃષિ માળખાગત સુવિધાઓ, કૃષિ-ઉદ્યોગો, ખેડૂત ઉત્પાદક સંગઠનો અને સહકારી સંસ્થાઓને ટેકો આપવા માટે 3.5 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે. SBIના 70 વર્ષ પૂર્ણ થવા પર નાણામંત્રી નિર્મલા સીતારમણે બેન્કને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, 23,000થી વધુ શાખાઓ, 78,000 કસ્મટમર સર્વિસ પોઈન્ટ્સ (CSP) અને 64,000 ATM સાથે આજે SBI ખૂબ સારી સ્થિતિમાં છે અને તે ખરેખર દરેક ભારતીયની બેન્ક છે.
નાણામંત્રીએ કહ્યું કે, છેલ્લા દાયકામાં બેન્ક દ્વારા હાથ ધરવામાં આવેલ ડિજિટલ પરિવર્તન ગ્રાહકો માટે અત્યંત ફાયદાકારક રહ્યું છે. બેન્કે 1.5 કરોડ ખેડૂતો, 1.3 કરોડ મહિલા સંચાલિત સ્વ-સહાય જૂથો (SHGs), પીએમ સ્વનિધિ યોજના હેઠળ 35 લાખ શેરી વિક્રેતાઓ, 23 લાખ MSME અને વિવિધ યોજનાઓ હેઠળ લાખો કારીગરોને સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બેન્ક પાસે 15 કરોડથી વધુ જન ધન ખાતા, 14.65 કરોડ પીએમ સુરક્ષા વીમા યોજના, 1.73 કરોડ અટલ પેન્શન યોજના અને 7 કરોડ પીએમ જીવન જ્યોતિ વીમા યોજનાના લાભાર્થીઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે