Bigg Boss 19 માટે સલમાન ખાને લીધી રેકોર્ડ બ્રેક ફી, પ્રીમિયર ડેટ અને કન્ટેસ્ટેન્ટના નામ અંગે પણ થયો ખુલાસો

Bigg Boss 19 Salman khan Fees: બિગ બોસની આ સીઝન સૌથી ખાસ અને સૌથી અલગ હશે. એટલા માટે જ આ સીઝનને હોસ્ટ કરવા માટે સલમાન ખાને પણ રેકોર્ડ બ્રેક ફી ચાર્જ કરી છે. 
 

Bigg Boss 19 માટે સલમાન ખાને લીધી રેકોર્ડ બ્રેક ફી, પ્રીમિયર ડેટ અને કન્ટેસ્ટેન્ટના નામ અંગે પણ થયો ખુલાસો

Bigg Boss 19 Salman khan Fees: બીગ બોસની નવી સીઝન ફરી એક વખત શરૂ થવા જઈ રહી છે. આ વખતની સીઝન સૌથી અલગ અને સૌથી ખાસ હશે. Bigg boss 19 માં આ વખતે કોણ કોણ જોવા મળશે ? આ વખતની સીઝન ક્યારથી શરૂ થશે ? સલમાન ખાનની ફી અંગેની જાણકારી પણ સામે આવી છે. આ અંગે એવું પણ જાણવા મળ્યું છે કે આ વખતની સિઝન માટે સલમાન ખાને રેકોર્ડ બ્રેક ફી ચાર્જ કરી છે. 

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર બીગ બોસ 19  નું પ્રીમિયર 30 ઓગસ્ટ એ થશે. જે રીતે ચર્ચા હતી તે રીતે જ આ વખતે સીઝન સૌથી લાંબી ચાલશે. આ વખતની સીઝન 5 મહિના સુધી ચાલશે. જેમાં પહેલા 3 મહિના સલમાન ખાન બિગ બોસ ને હોસ્ટ કરશે અને ત્યાર પછી ફરાહ ખાન, કરણ જોહર અને અનિલ કપૂર જેવા ગેસ્ટ હોસ્ટ છેલ્લા 2 મહિનામાં જોવા મળે તેવી ચર્ચાઓ છે. Bigg boss 19 નું પ્રીમિયર 30 ઓગસ્ટે જીઓ હોટસ્ટાર પર થશે. એપિસોડ પહેલા ઓટીટી પર દેખાડવામાં આવશે અને દોઢ કલાક પછી કલર્સ ટીવી પર દેખાડવામાં આવશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સિઝન માટે સલમાન ખાને અંદાજે 120 થી 150 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જેમાં સલમાન 15 સપ્તાહ માટે જ શો ને હોસ્ટ કરશે. વિકેન્ડ માટે આઠથી દસ કરોડ રૂપિયા ચાર્જ કર્યો હોવાની ચર્ચા છે. બીગ બોસ 19 માટે સલમાન ખાનની ફી પહેલી બે સીઝન કરતા ઓછી છે. સલમાન ખાને બિગ બોસ 17 માટે 200 કરોડ અને બીગ બોસ 18 માટે 250 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ સીઝનમાં સલમાન ખાન સિવાય પણ હોસ્ટ જોવા મળશે તેથી સલમાન ખાનની ફી 120 થી 150 કરોડ સુધીની હોય તેવી ચર્ચા છે.

Bigg boss19 માં આ વખતે જે 20 સ્પર્ધક જોવા મળશે તેના નામની સત્તાવાર જાહેરાત તો નથી થઈ પરંતુ જે નામની ચર્ચા છે તેમાં ગૌતમી કપૂર, ધીરજ ધુપર, અલીશા પંવાર, ખુશી દુબે, ગૌરવ તનેજા, મિસ્ટર ફેઝુ, અપૂર્વા મુખીજા, પુરવ ઝા, ગૌરવ ખન્ના, ધનશ્રી વર્મા, શ્રીરામ ચંદ્રા, અર્શીફા ખાન, મિક્કી મેકઓવર સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news