Banke Bihari: કૃષ્ણ ભગવાનને બાંકે બિહારી કેમ કહેવામાં આવે છે? જાણો કઈ રીતે પડ્યું આ નામ
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે બાંકે બિહારીની પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણને બાંકે બિહારી કેમ કહેવામાં આવે છે? ચાલો આ લેખમાં તમને જણાવીએ કે ભગવાન કૃષ્ણને બાંકે બિહારી નામ કેમ અને કેવી રીતે પડ્યું.
Trending Photos
વૃંદાવનઃ વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિર ભારત સહિત વિદેશોમાં પણ લોકપ્રિય છે. દૂર-દૂરથી ભક્ત વૃંદાવન આવી બાંકે બિહારીના દર્શન કરે છે. આ મંદિરમાં ભગવાન કૃષ્ણના બાળસ્વરૂપ એટલે કે બાંકે બિહારીની આરાધના કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન કૃષ્ણને બાંકે બિહારી કેમ કહેવાય છે? જો નહીં તો ચાલો અમે તમને જણાવીશું કે ભગવાન કૃષ્ણનું નામ બાંકે બિહારી કેમ પડ્યું અને તેનો અર્થ શું થાય છે.
બાંકે બિહારી કૃષ્ણનો જ એક અવતાર છે અને તેમના આ નામ પાછળ એક પૌરાણિક કથા પ્રચલિત છે. તેમ માનવામાં આવે છે કે સ્વામી હરિદાસજીની વિનંતી પર ભગવાન કૃષ્ણએ આ સ્વરૂપ ધારણ કર્યું અને તેમના આ રૂપને સ્વામી હરિદાસજીએ બાંકે બિહારી નામ આપ્યું. કહેવાય છે કે ભગવાન કૃષ્ણના આ વિગ્રહ રૂપના જે પણ દર્શન કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
કૃષ્ણ ભગવાનને બાંકે બિહારી કેમ કહેવાય છે?
સંગીત સમ્રાટ તાનસેનના ગુરુ સ્વામી હરિદાસ ભગવાન કૃષ્ણને પોતાના આદર્શ માનતા હતા અને તેમણે પોતાનું સંગીત કૃષ્ણને સમર્પિત કર્યું હતું. તેઓ ઘણીવાર વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની રાસલીલાના સ્થાન પર બેસીને સંગીત સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરતા હતા. એવું કહેવાય છે કે જ્યારે પણ સ્વામી હરિદાસ ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થતા, ત્યારે ભગવાન કૃષ્ણ તેમની સમક્ષ પ્રગટ થતા.
એક દિવસ સ્વામી હરિદાસના શિષ્યોએ કહ્યુ કે બાકી લોકો પણ રાધે કૃષ્ણના દર્શન કરવા ઈચ્છે છે. તેવામાં અન્ય લોકોની ભાવનાઓનું ધ્યાન રાખી સ્વામી હરિદા ભગવાન કૃષ્ણના ભજન કરવા લાગ્યા. જ્યારે શ્રીકૃષ્ણ અને રાધા રાણીએ સ્વામી હરિદાસને દર્શન આપ્યા તો તેમણે ભક્તોની ઈચ્છા ભગવાન પાસે વ્યક્ત કરી.
ત્યારે રાધા-કૃષ્ણએ તે રૂપમાં તેમની પાસે રહેવાની વાત કહી. તેના પર હરિદાસે કહ્યુ કે કાન્હા હું તો સંત છું, તમને તો રાખી લઈશ, પરંતુ રાધા રાની માટે દરરોજ નવા આભૂષણ અને વસ્ત્ર ક્યાંથી લાવીશ. ભક્તની વાત સાંભળી ભગવાન કૃષ્ણ હસ્યા અને ત્યારબાદ રાધા કૃષ્ણની યુગલ જોડી એકાકાર થઈ એક વિગ્રહના રૂપમાં પ્રગટ થઈ. પછી સ્વામી હરિદાસ જીએ ભગવાન કૃષ્ણના આ વિગ્રહ રૂપનું નામ રાખ્યું બાંકે બિહારી.
બાંકેઃ 'બાંકે' શબ્દ સંસ્કૃતના બંકા શબ્દથી આવ્યો છે, જેનો મતલબ થાય છે વળેલું કે વક્ર. આ ભગવાન કૃષ્ણની ત્રિભંગી મુદ્રાને દર્શાવે છે. જેમાં તેમનું શરીર ત્રણ સ્થાન પર (હોઠ, કમર અને પગ) થોડું ઝુકેલું રહે છે. આ મુદ્રા તેમની ચંચલતા અને આનંદમય સ્વભાવનું પ્રતીક માનવામાં આવે છે.
બિહારીઃ બિહારી શબ્દનો મતલબ છે વિહાર કરનાર કે આનંદ લેનાર. આ ભગવાન કૃષ્ણના વૃંદાવનમાં લીલાઓ કરવા અને આનંદિત સ્વભાવને દર્શાવે છે.
ત્રિભંગી મુદ્રાઃ ભગવાન શ્રી કૃષ્ણની આ ત્રિભંગી મુદ્દામાં તેમનું શરીર ત્રણ સ્થળે વળેલું હોય છે, જે તેમની સુંદરતા અને આકર્ષણનું મહત્વનું પાસું છે.
ભક્તો માટે પ્રિયઃ ભગવાન કૃષ્ણની આ છબી, જેમાં ત્રિભંગી મુદ્દામાં ઉભા છે અને આનંદિત છે, ભક્તોની ખૂબ પ્રિય માનવામાં આવી છે.
ડિસ્ક્લેમરઃ ધાર્મિક માન્યતાઓ અને ઉપલબ્ધ જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે