IPLની ફાઇનલ વચ્ચે અમદાવાદમાં 2 મોટી દુર્ઘટના ટળી! સ્ટેડિયમ બહાર સિલિન્ડર બ્લાસ્ટ

Ahmdabad News: IPLની ફાઇનલ વચ્ચે મોટેરા વિસ્તારમા સિલિન્ડર બ્લાસ્ટની ઘટના અને શહેરના પોશ વિસ્તારમાં આવેલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે.

IPLની ફાઇનલ વચ્ચે અમદાવાદમાં 2 મોટી દુર્ઘટના ટળી! સ્ટેડિયમ બહાર સિલિન્ડર બ્લાસ્ટ

Ahmdabad News: આજે અમદાવાદના આંગણે એક મોટી ઈવેન્ટ થવા જઈ રહી છે, ત્યારે શહેરમાં આજે એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવતા હડકંપ મચી ગયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરી મચી ગઈ. આ ઘટના ત્યારે બની છે જ્યારે શહેર IPL 2025 ની ફાઇનલ મેચની યજમાની કરવા જઈ રહ્યું છે. 

આવા સંજોગોમાં સ્ટેડિયમની બહાર સિલિન્ડર બ્લાસ્ટ જેવી ઘટનાઓ સુરક્ષા એજન્સીઓ માટે લાલબત્તી સમાન છે. શું આ ગંભીર ઘટના બાદ તંત્ર સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવશે? કે પછી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવામાં આવશે? આજે અમદાવાદમાં દેશના જ નહીં, વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ મેચ જોવા માટે ઉમટ્યા છે, ત્યારે અમદાવાદ શહેર અને તેની સુરક્ષા સામે આજે એક મોટો સવાલ છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિલિન્ડર વિસ્ફોટ...
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર બહાર ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનાથી ખળભળાટ મચ્યો છે. સદનસીબે સવારનો સમય હોવાથી અને ભીડ ઓછી હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટના ફૂટપાથ પર ખાણી-પીણી વેચતા લોકોની બેફામ બેદરકારી અને તંત્રની ઢીલી નીતિઓનો જીવતો જાગતો પુરાવો છે. સ્થાનિકો અને ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બહાર, જ્યાં કરોડો લોકોની અવરજવર થવાની છે, ત્યાં આવી જોખમી ઘટના બનતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ IPL ફાઇનલ પહેલા સુરક્ષાની પોકળ વાતોની પોલ ખોલી નાખી છે.

જીનેવા લિબ્રલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી...
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી જીનેવા લિબ્રલ સ્કૂલને આજે સવારે એક અજાણ્યા ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતા જ સ્કૂલ પ્રશાસન અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી અને સ્કૂલને ખાલી કરાવવાની ફરજ પડી.

ઉલ્લેખનીય છે કે આજે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025 ની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. કરોડો ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર રહેશે અને હજારોની મેદની સ્ટેડિયમમાં ઉમટી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news