26 ગુજરાતીઓએ પાસ કરી UPSC ની પરીક્ષા, પાંચ યુવતીઓને પણ મળી સફળતા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશની સૌથી મુશ્કેલ ગણાતી પરીક્ષામાં 26 ગુજરાતીઓને સફળતા મળી છે. આગામી દિવસોમાં આ તમામ ઉમેદવારો IAS, IPS સહિત અન્ય મહત્વની સેવાઓમાં પોતાની ફરજ બજાવશે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત માટે ગૌરવ લેવા સમાન સમાચાર સામે આવ્યા છે. આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસીમાં 26 ગુજરાતીઓને સફળતા મળી છે. ગુજરાતમાંથી 5 મહિલા અને 21 યુવકોએ દેશની સૌથી મુશ્કેલ ગણાતી પરીક્ષા પાસ કરી છે. આ સાથે હવે આ ગુજરાતીઓ કેન્દ્ર સરકારમાં અધિકારીઓ બની ગયા છે.
26 ગુજરાતીઓને મળી સફળતા
યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ પ્રમાણે 26 ગુજરાતી ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. ગુજરાત માટે સૌથી મોટી વાત છે કે ટોપ 10માં ગુજરાતની બે દીકરીઓ સામેલ છે. જ્યારે ટોપ 30માં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. હર્ષિતા ગોયલ નામની યુવતીએ દેશભરમાં બીજુ સ્થાન મેળવ્યું છે. જ્યારે માર્ગી શાહ નામની યુવતીને ચોથો રેન્ક મળ્યો છે.
વિવિધ સેવામાં મળશે પોસ્ટિંગ
ગુજરાતના 26 સફળ ઉમેદવારોને આગામી સમયમાં કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાઓમાં પોસ્ટિંગ આપવામાં આવશે. કેટલાક લોકો આઈએએસ અને આઈપીએસ બનશે. ત્યારબાદ ભારતીય રેલવે સેવા, આવકવેરા વિભાગ, ભારતીય રેવેન્યુ સેવા, ભારતીય વિદેશ સેવા સહિત અન્ય સંસ્થાઓમાં પોસ્ટિંગ મળશે.
આ 26 ગુજરાતીઓ થયા પાસ
રેન્ક 2: હર્ષિતા ગોયલ (હરિયાણાથી ગુજરાત સુધીનો પ્રવાસ)
બીજા નંબરે આવેલી હર્ષિતા ગોયલ મૂળ હરિયાણાની છે, પરંતુ તે ઘણા વર્ષોથી ગુજરાતના વડોદરામાં રહે છે. હર્ષિતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સમાજ સેવા માટે તેણીએ નાણાકીય દુનિયા છોડી દીધી છે. તે 'બિલિફ ફાઉન્ડેશન' નામની એનજીઓ સાથે સંકળાયેલી હતી જે થેલેસેમિયા અને કેન્સરથી પીડિત બાળકોને મદદ કરે છે. હર્ષિતાની સફળતા સામાજિક સમર્પણ અને મજબૂત ઇચ્છાશક્તિનું પ્રતીક છે.
ક્રમ 4: માર્ગી ચિરાગ શાહ (અમદાવાદ, ગુજરાત)
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર માર્ગીએ વૈકલ્પિક વિષય તરીકે સમાજશાસ્ત્ર પસંદ કર્યું અને સમગ્ર ભારતમાં ચોથું સ્થાન મેળવ્યું. તેમની તકનીકી પૃષ્ઠભૂમિ હોવા છતાં, સમાજ સાથેના તેમના જોડાણે તેમને આ ક્ષેત્રમાં આવવાની પ્રેરણા આપી.
IAS માં 180 જગ્યા
આ વખતે સૌથી પ્રતિષ્ઠિત સેવા ગણાતી ભારતીય વહીવટી સેવા (IAS)માં કુલ 180 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં 73 જગ્યાઓ બિનઅનામત માટે, 24 SC માટે, 13 ST માટે, 52 OBC માટે અને 18 EWS કેટેગરી માટે અનામત છે.
જ્યારે IPS એટલે કે ભારતીય પોલીસ સેવા માટે આ વર્ષે 150 પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 60 જગ્યાઓ બિનઅનામત, 23 SC, 10 ST, 42 OBC અને 15 EWS માટે અનામત છે.
IFSમાં 55 પોસ્ટ, અન્ય કેન્દ્રીય સેવાઓમાં પણ મોટી તકો
આ વખતે, ભારતની વિદેશ નીતિ અને મુત્સદ્દીગીરી સાથે સંબંધિત ભારતીય વિદેશ સેવા (IFS) હેઠળ કુલ 55 પોસ્ટ ભરવામાં આવશે, જેમાં 23 બિનઅનામત, 9 SC, 5 ST, 13 OBC અને 5 EWS શ્રેણીની પોસ્ટનો સમાવેશ થાય છે.
અન્ય મહત્વપૂર્ણ સેવાઓમાં પણ નિમણૂક
ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ A – 20 જગ્યાઓ
ભારતીય સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ A – 25 જગ્યાઓ
ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ A – 24 જગ્યાઓ
ભારતીય માહિતી સેવા, ગ્રુપ A – 37 જગ્યાઓ
ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (ઇન્કમ ટેક્સ), ગ્રુપ A – 180 જગ્યાઓ
ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS), ગ્રુપ A – 150 જગ્યાઓ
દિલ્હી, આંદામાન નિકોબાર પોલીસ સર્વિસ (DANIPS), ગ્રુપ બી – 79 જગ્યાઓ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે