દેવાયત ખવડનો તલાલામાં મોરેમારો : જુની દુશ્મનાવટમાં સામસામે ટકરાવી કાર, એકને ઈજા

ડાયરાના કલાકાર દેવાયત ખવડ સતત કોઈને કોઈ વિવાદોમાં રહેતા હોય છે. ત્યારે જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. આ ઘટનામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ થયા છે. 
દેવાયત ખવડનો તલાલામાં મોરેમારો : જુની દુશ્મનાવટમાં સામસામે ટકરાવી કાર, એકને ઈજા

Devayat Khavad Controversy : ડાયરાના કલાકાર દેવાયત ખવડ સતત કોઈને કોઈ વિવાદોમાં રહેતા હોય છે. ત્યારે જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. આ ઘટનામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ થયા છે. 

છ મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો 
ડાયરાના કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવી ગયા છે. તલાલના ચિત્રોડ ગામે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. આ બાદ ફોરચ્યુનર કારે કિયા ગાડીને ટક્કર મારી હતી, જેથી કિયા કાર રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. 

આ ઘટનામાં દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાના પણ સમાચાર છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ અમદાવાદના સનાથલ વિસ્તારનો રહેવાસી છે. ધ્રુવરાજસિંહના પગમાં ઈજા પહોંચ છે, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રોડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે. પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફેબ્રુઆરી મહિનામાં શું થયું હતું
આ વર્ષે ફેબ્રુઆરી મહિનમાં સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરોનું આયોજન કરાયું હતું. પરંતું દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા ન હતા. બીજી તરફ, દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા હતા. જેથી ડાયરામા હાજર નહીં રહેતા હુમલો થયાનું અનુમાન છે. દેવાયત ખવડે એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા. તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ બીજા કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજર રહ્યા નહોતા. આ ગેરહાજરીને કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી ફેલાઈ હતી, જે બાદમાં બબાલમાં પરિણમી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news