માત્ર 22,000 મતની સામે ગુજરાતની 5 પાર્ટીને મળ્યા 23160000000 રૂપિયા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ

Shocking revelation in ADR report: અજાણી રાજકીય પાર્ટી, કરોડોનું ફંડ. ગુજરાતની 5 પાર્ટીને 2316 કરોડ રૂપિયા મળ્યા. 3 ચૂંટણીમાં માત્ર 22,000 મત મળ્યા. ADR રિપોર્ટમાં થયો ચોંકાવનારોખુલાસો. ચૂંટણીમાં નિષ્ફળતા, કમાણીમાં નંબર વન

માત્ર 22,000 મતની સામે ગુજરાતની 5 પાર્ટીને મળ્યા 23160000000 રૂપિયા, ADRનો ચોંકાવનારો રિપોર્ટ

Shocking revelation in ADR report: દેશમાં અનેક મોટી રાજકીય પાર્ટીઓને કરોડો રૂપિયાનું ફંડ મળે છે. પરંતુ શું તમે જાણો છો ફંડની રેસમાં રજિસ્ટર્ડ બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ પણ પાછળ નથી. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ... કેમ કે ADR એટલે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ગુજરાતની 5 પાર્ટીના ફંડિગના આંકડાએ ચોંકાવ્યા છે. ત્યારે તેમને કેટલા રૂપિયાનું ફંડ મળ્યું? આ સવાલનો જવાબ મેળવીશું આ અહેવાલમાં...

  • વર્ષ 2019થી 2024નો સમયગાળો
  • 5 પાર્ટીએ 5 વર્ષમાં 17 ઉમેદવાર ઉતાર્યા
  • 5 પાર્ટીને ચૂંટણીમાં માત્ર 22,000 મત મળ્યા
  • 5 પાર્ટીના ખાતામાં આવ્યા 2316 કરોડનું ફંડ

આંકડો સાંભળીને ચોંકી ગયા ને... પરંતુ આ હકીકત છે. તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે દેશની મોટી રાજકીય પાર્ટીઓને કરોડો રૂપિયાનું ફંડ મળે છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, એનસીપી, આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. જોકે ફંડિંગની રેસમાં હવે રજિસ્ટર્ડ બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે... આ પાર્ટીઓ પર કોણ જાણે ક્યાંથી પણ પૈસાનો જોરદાર વરસાદ થયો છે અને તેમણે મોટી-મોટી પાર્ટીઓને કોરાણે મૂકી દીધી છે. 

No description available.

  • અજાણી રાજકીય પાર્ટી, કરોડોનું ફંડ
  • ગુજરાતની 5 પાર્ટીને 2316 કરોડ રૂપિયા મળ્યા
  • 3 ચૂંટણીમાં માત્ર 22,000 મત મળ્યા
  • ADR રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
  • ચૂંટણીમાં નિષ્ફળતા, કમાણીમાં નંબર વન

તેમના નામ જાણીને તમે ચોક્કસ ચોંકી જશો... તેના પર નજર કરીએ તો ભારતીય રાષ્ટ્રીય જનતા પાર્ટીને ચૂંટણીમાં 11,496 મત મળ્યા અને તેણે 957 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું. ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીને ચૂંટણીમાં 9029 મત મળ્યા અને તેણે 608 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું. સત્યવાદી રક્ષક પક્ષને ચૂંટણીમાં 1042 મત મળ્યા... અને તેણે 416 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું. જન મેન પાર્ટીને ચૂંટણીમાં 480 મત મત મળ્યા... અને તેણે 134 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું. સૌરાષ્ટ્ર જનતા પાર્ટીને ચૂંટણીમાં 140 મત મળ્યા.. અને તેણે 200 કરોડ રૂપિયાનું ફંડ મેળવ્યું છે.

આ આંકડાઓનો ખુલાસો એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટમાં થયો છે. જેમાં સામે આવ્યું કે જે પક્ષને રાજ્યમાં કોઈ ઓળખતું પણ નથી તેમને કરોડો રૂપિયાનું ફંડિગ મળ્યું છે. ત્યારે આ પાર્ટીઓને કોણે ફંડ આપ્યું? કોણે આ મોટી પાર્ટીઓને કોરાણે મૂકીને આવી પાર્ટીઓને  ફંડ આપ્યું? આ એવા સવાલ છે જેનો જવાબ તો તે પાર્ટીના સંસ્થાપકો જ આપી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news