ગુજરાતમાં નીકળી અનોખી જાન: 51 ટ્રેકટર પર નીકળી દીકરાની જાન, ખેડૂત પુત્રના લગ્ન બની ગયા યાદગાર
Banaskatha News: થરાદ તાલુકાના કિયાલ ગામના સરપંચ હાજાજી ઠાકોરે તેમના પુત્રના લગ્ન પ્રસંગે સમાજ માટે એક અનોખો સંદેશ આપ્યો છે. આજના સમયમાં જ્યાં લગ્ન વિલાસિતા અને ફાજલ ખર્ચ માટે ઓળખાતા બન્યા છે, ત્યાં તેમણે એક પણ વી.આઈ.પી. કારનો ઉપયોગ કર્યા વગર 51 ટ્રેક્ટર સાથે જાન લઈ એક નવી દિશા દર્શાવી છે.
Trending Photos
Banaskatha News: થરાદ તાલુકાના કિયાલ ગામના સરપંચે તેમના દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કર્યો. તેમણે VIP કારનો ઉપયોગ કર્યા વગર 51 ટ્રેક્ટર સાથે પોતાના દીકરાને પરણાવા જાન જોડી હતી. દરેક જાનૈયા પોતાનું ટ્રેક્ટર લઈને આવ્યા અને ટ્રેક્ટરો શણગાર્યા. કિયાલથી 15 કિલોમીટર દૂર દેલનકોટ ગામે જાન લઈ જવામાં આવી. સરપંચનો પરિવાર ખેતી પર આધારિત છે અને ટ્રેક્ટર તેમના જીવન સાથે જોડાયેલું છે. તેથી ટ્રેક્ટર સાથે જાન કાઢવાનો નિર્ણય કર્યો. લગ્ન પ્રસંગે જમણવાર પણ અત્યંત સાદગીથી યોજાયો. ખોટા ખર્ચા અટકાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
થરાદ તાલુકાના કિયાલ ગામના સરપંચ હાજાજી ઠાકોરે લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા સામે અનોખું પગલું ઉઠાવ્યું છે તો સાથે સાથે તેમણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે સમાજ માટે એક અનોખો અને અનુસરણયોગ્ય સંદેશ આપ્યો છે. આજના સમયમાં જ્યાં લગ્ન વૈભવતા અને ફાજલ ખર્ચ માટે ઓળખાતા બન્યા છે, ત્યાં તેમણે પોતાના દીકરાના લગ્નમાં અનોખી જાન જોડી હતી તેમને એક પણ વી.આઈ.પી. કારનો ઉપયોગ કર્યા વગર 51 ટ્રેક્ટર સાથે જાન જોડીને એક નવી દિશા બતાવી છે.
સરપંચ હાજાજી ઠાકોરનું કહેવું છે કે, “લગ્ન જીવનનો મહત્વનો પ્રસંગ છે, પણ તે પૈસાની દેખાવાદી સ્પર્ધા ન હોવો જોઈએ. અમે ખેતી પર આધારિત પરિવાર છીએ અને ટ્રેક્ટર અમારા જીવન સાથે જોડાયેલા છે. તેથી અમે તે સાથે જાન કાઢવાનું પસંદ કર્યું.”અત્યારે લગ્નમાં મોંઘાદાટ કપડાં, ભવ્ય મંડપ, વી.આઈ.પી. ગાડીઓ અને વિશાળ જમણવાર જેવી વાણીજ્યીકૃત રીતીઓ સામાન્ય બની ગઈ છે.
પરંતુ ઠાકોરે પરંપરા અને આધુનિકતાને જોડતી અનોખી રીત અપનાવી ખોટા ખર્ચા અટકાવવાનો પ્રયાસ કર્યો છે. તો ગામ અને આસપાસના વિસ્તારોમાં તેમના આ નિર્ણયની વિશેષ પ્રશંસા થઈ રહી છે. સમાજના યુવાનો માટે પણ આ એક નવી પ્રેરણા બની રહી છે કે લગ્નમાં સાદગી પણ એક શક્તિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે