વાવાઝોડા બાદ અંબાલાલનો નવો ધડાકો, ગુજરાતના આ જિલ્લાવાળા પર આવશે ગરમીનો પ્રકોપ

Ambalal Patel Cyclone Alert : 2025 ના વર્ષનો ઉનાળો આકરો બની રહેવાનો છે તેવી અંબાલાલ પટેલે અત્યારથી જ આગાહી કરી દીધી છે... એપ્રિલ માસની શરૂઆતમાં જ વાતાવરણમાં મોટું પરિવર્તન જોવા મળશે 
 

વાવાઝોડા બાદ અંબાલાલનો નવો ધડાકો, ગુજરાતના આ જિલ્લાવાળા પર આવશે ગરમીનો પ્રકોપ

Gujarat Weather Forecast : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરીને લોકોને ડરાવ્યા છે, પરંતું ગરમીને લઈને ચોંકાવનારી આગાહી કરી છે. 

ગુજરાતમાં અહીં જોવા મળશે ગરમીનો પ્રકોપ 
અંબાલાલ પટેલે ગુજરાતના લોકોને સતર્ક રહેતા કહ્યું કે, આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં 43 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, નડિયાદ અને આણંદના ભાગોમાં ગરમી વધુ પડે શકે છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો કચ્છના ભાગોમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. જામનગર, જુનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત,વલસાડના ભાગોમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે.

તેમણે કહ્યું કે, એપ્રિલ માસની શરૂઆતમાં આંધી, વંટોળ અને મોસમ પરિવર્તનમાં બદલાવ આવશે. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 

વાવાઝોડા જેવો પવન ફૂંકાશે 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે, આગામી દિવસોમાં ભારે પવનના ફુંકાશે. સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકાશે. 28, 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લગભગ સામાન્ય પવન 10થી 15 કિમી ઝડપે પવન ફૂંકાશે. દરિયાઇ ભાગો વિસ્તારમાં 40 કિમી ઝડપે પવનની ગતિ રહેશે. 

સીઝનનું પહેલું વાવાઝોડું 
તેમણે જણાવ્યું કે, બંગાળ સાગરમાં સીઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનશે. અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી,સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલ્ટો આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news